National Unity Day: રાષ્ટ્રીય એકતા દિવસ પહેલાં શામળાજીમાં પોલીસ બાઈક રેલીનું ભવ્ય સ્વાગત, 10 રાજ્યોની પોલીસ જોડાઈ

National Unity Day: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે.
Kunjan ShuklaUpdated on: 24 Oct 2026 03:06 PM IST
National Unity Day: રાષ્ટ્રીય એકતા દિવસ પહેલાં શામળાજીમાં પોલીસ બાઈક રેલીનું ભવ્ય સ્વાગત, 10 રાજ્યોની પોલીસ જોડાઈNational Unity Day: રાષ્ટ્રીય એકતા દિવસ પહેલાં શામળાજીમાં પોલીસ બાઈક રેલીનું ભવ્ય સ્વાગત, 10 રાજ્યોની પોલીસ જોડાઈ

National Unity Day

National Unity Day: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે દેશના વિવિધ રાજ્યોમાંથી પોલીસ દળો ગુજરાતમાં આવી રહ્યા છે. લેહ-લદ્દાખથી CFPC બટાલિયન સહિત 10 રાજ્યોની પોલીસના આગમનથી રાષ્ટ્રીય એકતા અને સુરક્ષાનો સંદેશ વધુ મજબૂત બન્યો છે.

પોલીસ દળોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે ગુજરાત બોર્ડર પર આ પોલીસ દળોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 200થી વધુ બાઈકો અને 400થી વધુ પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ જવાનોનું ફૂલહાર પહેરાવીને તથા પુષ્પવર્ષા કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર રાષ્ટ્રીય એકતાનું પ્રતીક જ નહીં, પરંતુ સમાજમાં નશામુક્તિ અને સુરક્ષિત ભારતનો સંદેશ પહોંચાડવાનું માધ્યમ પણ બન્યો હતો. શામળાજી મંદિર ખાતે પોલીસ દળો દ્વારા નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. યુવાનોને નશાથી દૂર રહીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરવામાં આવી હતી.

'ડ્રગ્સ છોડો, સ્વસ્થ જીવન પસંદ કરો'નો સંદેશ

‘ડ્રગ્સ છોડો, સ્વસ્થ જીવન પસંદ કરો’ના નારા સાથે બાઈક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલીના માધ્યમથી નશાના દુષણ સામે જાગૃતિ લાવવા અને નાગરિકોમાં સુરક્ષા તથા સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા પોલીસ કર્મચારીઓની આ સહભાગિતા રાષ્ટ્રીય એકતા, પરસ્પર સહકાર અને દેશની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની છે. કેવડિયા ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પહેલાં શામળાજી ખાતે યોજાયેલા આ કાર્યક્રમથી એકતા અને નશામુક્ત ભારતનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પોલીસની વ્યવસ્થા અને સ્વાગતની કામગીરીએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.

આ પણ વાંચો: Sundhiya Health Centre : વડનગરના સૂંઢિયામાં ₹6.4 કરોડના આધુનિક આરોગ્ય કેન્દ્રનું ઈ-લોકાર્પણ, ગ્રામજનોને મળશે સુવિધા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.