Get News Alerts

Never miss breaking news updates.

Aravalli Shamlaji mandir માં ભક્તોનો જમાવડો, 52 ગજની ધજા લઈ ભક્તો પહોંચ્યા દર્શને, જય શામળિયાથી ગુંજી ઉઠયું મંદિર પરિસર

Aravalli Shamlaji mandir ખાતે જન્માષ્ટમીના પાવન પર્વે ભક્તોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. ભગવાન શામળિયાના દર્શન માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો ધજા લઈને શામળાજી પહોંચ્યા હતા.
Vivek Shah
Vivek ShahUpdated on: 04 Sep 2026 10:02 AM IST
Aravalli Shamlaji mandir માં ભક્તોનો જમાવડો, 52 ગજની ધજા લઈ ભક્તો પહોંચ્યા દર્શને, જય શામળિયાથી ગુંજી ઉઠયું મંદિર પરિસરAravalli Shamlaji mandir માં ભક્તોનો જમાવડો, 52 ગજની ધજા લઈ ભક્તો પહોંચ્યા દર્શને, જય શામળિયાથી ગુંજી ઉઠયું મંદિર પરિસર

Aravalli Shamlaji mandir

Aravalli Shamlaji mandir : જન્માષ્ટમીના પર્વને લઈને સમગ્ર શામળાજી ધામમાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. જન્માષ્ટમીના દિવસે ભગવાન શામળિયાને ધજા ચડાવવાનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. આસ્થા અને શ્રદ્ધા સાથે ભક્તો ભગવાનને ધજા અર્પણ કરી ધર્મની ધજા સદાય લહેરાતી રહે તેવી ભાવના વ્યક્ત કરતા હોય છે.

આ દરમિયાન તલોદ તાલુકાના નાના ચેખલા ગામના ભક્તો પણ અનોખી શ્રદ્ધા સાથે શામળાજી પહોંચ્યા હતા. નાના ચેખલાના ભક્તો 52 ગજની વિશાળ ધજા લઈને શામળિયા ઠાકોરના દર્શને પહોંચ્યા હતા. વિશાળ ધજા સાથે ભક્તો શામળાજી પહોંચતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

જન્માષ્ટમીએ શામળાજીમાં ભક્તિનો માહોલ

ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી 52 ગજની ધજા અર્પણ કરી હતી. ધજા ચડાવતી વખતે ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી હતી. ભગવાન શામળિયા પ્રત્યેની અતૂટ આસ્થા સાથે ભક્તોએ ધર્મની ધજા સદા લહેરાતી રહે અને સૌના જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. જન્માષ્ટમીના પાવન પર્વે શામળાજી ધામમાં વહેલી સવારથી જ ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી.

વિવિધ વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી ધજા અર્પણ કરી હતી. મંદિર પરિસરમાં જય શ્રીકૃષ્ણ અને શામળિયા ઠાકોરના જયઘોષથી ભક્તિમય માહોલ સર્જાયો હતો.

ધજા ચડાવી ભક્તોએ કરી પ્રાર્થના

શામળાજી ગુજરાતના મહત્વપૂર્ણ યાત્રાધામોમાંનું એક છે અને ધાર્મિક પર્વો દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. ખાસ કરીને જન્માષ્ટમીના પર્વે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળે છે.

આમ, જન્માષ્ટમીના પાવન દિવસે શામળાજી ખાતે ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. તલોદના નાના ચેખલાથી આવેલા ભક્તોએ 52 ગજની ધજા અર્પણ કરી શામળિયા ઠાકોર પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. ધર્મની ધજા સદાય લહેરાતી રહે તેવી ભાવના સાથે કરવામાં આવેલી આ ધજા સેવા ભક્તિ અને આસ્થાનું સુંદર ઉદાહરણ બની હતી.

આ પણ વાંચો : Valsad ના કપરાડામાં ‘મુન્નાભાઈ MBBS’નો કાળો કારોબાર, ગ્રામજનોના જીવ સાથે ખેલ!

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.