શામળાજીમાં મહિલા વનરક્ષકના ભાડાના મકાનમાં દિનદહાડે ₹3.49 લાખના દાગીનાની ચોરી

અરવલ્લી જિલ્લાના શામળાજી વિસ્તારમાં દિનદહાડે ચોરીની એક ગંભીર ઘટના સામે આવી છે. શામળાજીમાં રહેતી મહિલા વનરક્ષકના ભાડાના મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી તિજોરીમાં રાખેલા લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
Growth Now News
Growth Now News
શામળાજીમાં મહિલા વનરક્ષકના ભાડાના મકાનમાં દિનદહાડે ₹3.49 લાખના દાગીનાની ચોરીશામળાજીમાં મહિલા વનરક્ષકના ભાડાના મકાનમાં દિનદહાડે ₹3.49 લાખના દાગીનાની ચોરી

અરવલ્લી જિલ્લાના શામળાજી વિસ્તારમાં દિનદહાડે ચોરીની એક ગંભીર ઘટના સામે આવી છે. શામળાજીમાં રહેતી મહિલા વનરક્ષકના ભાડાના મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી તિજોરીમાં રાખેલા લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ મહિલા વનરક્ષક ફરજ પર ગયા હતા તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના ભાડાના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઘરમાં રહેલી તિજોરીમાંથી મંગળસૂત્ર, સોનાની બુટી, વીંટી અને સોનાની ચેઇન સહિત કુલ અંદાજે ₹3.49 લાખના દાગીનાની ચોરી કરી હતી.

ફરિયાદ મુજબ આ ઘટના 21 જુલાઈના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યાની વચ્ચે બની હોવાનું સામે આવ્યું છે. ફરજ પરથી પરત ફર્યા બાદ મહિલા વનરક્ષકને ઘરના તાળા તૂટેલા જોવા મળ્યા હતા. ઘરની તપાસ કરતાં તિજોરીમાંથી કિંમતી દાગીના ગાયબ હોવાનું જણાતા તેમણે તાત્કાલિક શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. દિનદહાડે બનેલી આ ચોરીની ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા ફેલાવી છે, જ્યારે પોલીસે આરોપીઓને ઝડપવા માટે વિવિધ દિશામાં તપાસ તેજ કરી છે.