વરસાદ બાદ મોડાસા-શામળાજી સ્ટેટ હાઇવે બિસમાર, ઠેર-ઠેર ખાડાથી વાહનચાલકો પરેશાન

અરવલ્લી જિલ્લાના મોડાસાથી શામળાજીને જોડતો સ્ટેટ હાઇવે વરસાદ બાદ બિસમાર બનતા વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. માર્ગ પર ઠેર-ઠેર મોટા ખાડા પડી જતાં વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે રોડનું સત્વરે સમારકામ કરી કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Rahul Desai
Rahul Desai
વરસાદ બાદ મોડાસા-શામળાજી સ્ટેટ હાઇવે બિસમાર, ઠેર-ઠેર ખાડાથી વાહનચાલકો પરેશાનવરસાદ બાદ મોડાસા-શામળાજી સ્ટેટ હાઇવે બિસમાર, ઠેર-ઠેર ખાડાથી વાહનચાલકો પરેશાન

 

અરવલ્લી જિલ્લાના મોડાસાથી શામળાજીને જોડતો સ્ટેટ હાઇવે વરસાદ બાદ બિસમાર બનતા વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. માર્ગ પર ઠેર-ઠેર મોટા ખાડા પડી જતાં વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે રોડનું સત્વરે સમારકામ કરી કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી મોસમનો આશરે 40 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સામાન્ય વરસાદ બાદ જ મોડાસા-શામળાજી સ્ટેટ હાઇવેની હાલત કથળી હોવાનું સામે આવ્યું છે. ટીંટોઈ, ખેરંચા, ખોડંબા સહિતના અનેક સ્થળોએ રોડ પર મોટા ખાડા પડી ગયા છે. અનેક જગ્યાએ રોડની કપચી અને મેટલ પણ ઉખડી ગઈ છે.

આ માર્ગ પરથી દિવસ-રાત મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. રસ્તાની બિસમાર સ્થિતિને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને નાના વાહનચાલકો માટે ખાડાઓ જોખમી બન્યા છે અને અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. વાહનચાલકોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસા બાદ આ પ્રકારની સમસ્યા સર્જાય છે.

બીજી તરફ, મોડાસા નજીક આ સ્ટેટ હાઇવે પર મોટા વાહનો પાસેથી ટોલ વસૂલવામાં આવે છે. તેમ છતાં માર્ગની યોગ્ય જાળવણી અને મરામતના અભાવે રસ્તા પર ગાબડાં પડી ગયા છે. જેના કારણે વાહનોને નુકસાન થવાની સાથે ટાયરમાં પંચર પડવાની સમસ્યા પણ સર્જાઈ રહી છે.

વાહનચાલકોએ તંત્ર પાસે રોડનું તાત્કાલિક સમારકામ કરવાની સાથે યોગ્ય મેન્ટેનન્સ અને નક્કર આયોજન દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.