
Dahod : લોકલ ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલા દારૂના મોટા જથ્થાને ઝડપી પાડ્યો. ખંગેલા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ટ્રકમાંથી 1,459 પેટી દારૂનો જથ્થો ઝડપાયો છે.

Jamnagar : જામનગરમાં દારૂકાંડ બાદ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહીનો દોર તેજ કર્યો છે. નાઘેડી પાટિયા પાસે અનધિકૃત રીતે ઉભી કરાયેલી હોટલ સામે આજે પોલીસની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

Valsad Liquor Case: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલસર ચેકપોસ્ટ નજીક પોલીસની વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી દારૂ મળી આવતાં કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે કારમાં સવાર ત્રણ શખ્સોની ધરપકડ કરી હોવાનું...

Jamnagar Duplicate Liquor Case: જામનગરમાં ડુપ્લિકેટ ઇંગ્લીશ દારૂના ગુનામાં લાંબા સમયથી ફરાર બે આરોપીઓ સામે જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ મોટી કાર્યવાહી કરી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી...

Bhavnagar Laththa Kand: ભાવનગરમાં ચકચાર મચાવનાર લઠ્ઠાકાંડ મામલે તપાસ કરી રહેલી ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. એસએમસી (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા વધુ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે....

Bhavnagar Duplicate Liquor Case: ભાવનગરમાં ડુપ્લિકેટ ઈંગ્લિશ દારૂ પીવાના કારણે સર્જાયેલા કથિત ઝેરી દારૂકાંડમાં વધુ એક યુવકનું મોત થયું છે. નકલી ઈંગ્લિશ દારૂ પીધા બાદ ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા...

Una Liquor Case Attack: ગીર સોમનાથના ઉના શહેરના ખારા વિસ્તારમાં દારૂના કેસમાં પંચ તરીકે હાજર રહેવાની અદાવત રાખીને 24 વર્ષીય યુવક પર લોખંડના પાઇપ અને છરીથી જીવલેણ હુમલો કર્યાની ઘટના

Bhavnagar duplicate liquor case: ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્ય પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ...

Bhavnagar Fake Liquor Case: ભાવનગર જિલ્લામાં નકલી દારૂ મામલે જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલામાં વરતેજ પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ નકલી દારૂના કેસમાં 15થી વધુ બુટલેગરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વરતેજ પોલીસના 4 કર્મચારી સસ્પેન્ડ નકલી દારૂના મામલાને ગંભીરતાથી લેતા ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા વરતેજ પોલીસ સ્ટેશનના ચાર...

Bhavnagar Duplicate Liquor Case: ભાવનગર જિલ્લામાં ડુપ્લીકેટ દારૂના સેવનના શંકાસ્પદ બનાવને પગલે તંત્ર અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ કુલ 22 લોકો અસરગ્રસ્ત થયા છે, જેમાંથી 18 લોકો હાલ સારવાર હેઠળ છે, જ્યારે 4 લોકોનાં મોત થયા છે. જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના જણાવ્યા મુજબ, સમગ્ર મામલે તંત્ર દ્વારા ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે....

SMC Raid: અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નરોડા GIDC ફેસ-1 વિસ્તારમાં આવેલા અમી એન્ટરપ્રાઈઝ નામના કારખાના સામેની અવાવરૂ જાહેર જગ્યામાં દરોડો પાડી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. દરોડામાં દારૂ-બીયર સહિત કુલ રૂ. 32.57 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ભાવનગર શહેરમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવી રહેલા પરપ્રાંતના વિદેશી દારૂના જથ્થા સામે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ઘોઘા રો-રો ફેરી સર્વિસ મારફતે ભાવનગર તરફ આવી રહેલી મહિન્દ્રા XUV 500 કારને ઝડપી પાડી તેમાંથી વિવિધ બ્રાન્ડની 864 સીલપેક બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે.

અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલા જૂના પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે રાખવામાં આવેલા વાહનોને આગ ચાંપવાની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂ સંબંધિત કેસમાં થયેલી પોલીસ કાર્યવાહીનો ખાર રાખીને આરોપીઓએ આ કૃત્ય આચર્યું હોવાનું પોલીસનું કહેવું છે.