Jamnagar : દારૂકાંડના આરોપીની હોટલ પર બુલડોઝર કાર્યવાહી, ગેરકાયદે બાંધકામનો ભાગ તોડી પાડાયો


Jamnagar
Jamnagar : દારૂકાંડના આરોપીની હોટલ પર બુલડોઝર કાર્યવાહી, ગેરકાયદે બાંધકામનો ભાગ તોડી પાડાયો


Jamnagar
Jamnagar : જામનગરમાં દારૂકાંડ બાદ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહીનો દોર તેજ કર્યો છે. નાઘેડી પાટિયા પાસે અનધિકૃત રીતે ઉભી કરાયેલી હોટલ સામે આજે પોલીસની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. દારૂકાંડના કેસમાં આરોપી તરીકે સામે આવેલા રમકા મોઢવાડિયાની હોટલના ગેરકાયદે બાંધકામના ભાગ પર બુલડોઝર ફેરવી તેને તોડી પાડવામાં આવ્યો હતો.
નાઘેડી પાટિયા નજીકથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો
મળતી માહિતી મુજબ, બે દિવસ અગાઉ SMCની રેડ દરમિયાન નાઘેડી પાટિયા નજીકથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. દરોડા દરમિયાન 249 પેટી દારૂ મળી આવ્યો હતો. આ કાર્યવાહી બાદ સમગ્ર મામલામાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને રમકા મોઢવાડિયાનું નામ આરોપી તરીકે સામે આવ્યું હતું. પોલીસના દાવા મુજબ, આરોપી દ્વારા નાઘેડી પાટિયા પાસે અનધિકૃત રીતે હોટલનું બાંધકામ કરવામાં આવ્યું હતું. દારૂકાંડમાં નામ સામે આવ્યા બાદ પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા આ બાંધકામ અંગે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આજે પોલીસની ટીમ હોટલ પર પહોંચી હતી અને સમગ્ર સ્થળની તપાસ કર્યા બાદ બુલડોઝર મારફતે ગેરકાયદે બાંધકામના ભાગને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી. કાર્યવાહી દરમિયાન હોટલના અનધિકૃત હિસ્સા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
અનધિકૃત બાંધકામ સામે પણ કાર્યવાહી થતાં જામનગરમાં ચર્ચા શરૂ થઈ
દારૂકાંડમાં મોટી માત્રામાં દારૂ ઝડપાયા બાદ હવે આરોપી સાથે સંકળાયેલા હોવાના દાવા હેઠળ અનધિકૃત બાંધકામ સામે પણ કાર્યવાહી થતાં જામનગરમાં ચર્ચા શરૂ થઈ છે. દારૂકાંડ બાદ આરોપી સામે થયેલી આ બીજી મોટી કાર્યવાહી તરીકે તેને જોવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે દારૂકાંડની તપાસ પણ આગળ ધપાવવામાં આવી રહી છે. સાથે જ હોટલના બાંધકામ અંગેની કાયદેસરતા અને જરૂરી મંજૂરીઓ અંગે પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : Dang : ભાઈએ જ ભાઈની કરી હત્યા કરી, કામધંધા બાબતની સામાન્ય બોલાચાલી વધુ ઉગ્ર બની





