દારૂના કેસનો ખાર! બાયડના જૂના પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલના વાહનોને આગ ચાંપી, બે આરોપીઓ ઝડપાયા

અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલા જૂના પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે રાખવામાં આવેલા વાહનોને આગ ચાંપવાની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂ સંબંધિત કેસમાં થયેલી પોલીસ કાર્યવાહીનો ખાર રાખીને આરોપીઓએ આ કૃત્ય આચર્યું હોવાનું પોલીસનું કહેવું છે.
Growth Now News
Growth Now News
દારૂના કેસનો ખાર! બાયડના જૂના પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલના વાહનોને આગ ચાંપી, બે આરોપીઓ ઝડપાયાદારૂના કેસનો ખાર! બાયડના જૂના પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલના વાહનોને આગ ચાંપી, બે આરોપીઓ ઝડપાયા

અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલા જૂના પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે રાખવામાં આવેલા વાહનોને આગ ચાંપવાની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂ સંબંધિત કેસમાં થયેલી પોલીસ કાર્યવાહીનો ખાર રાખીને આરોપીઓએ આ કૃત્ય આચર્યું હોવાનું પોલીસનું કહેવું છે.

મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે બે શખ્સોએ પોલીસ સ્ટેશનના પરિસરમાં પ્રવેશ કરીને મુદ્દામાલ તરીકે જપ્ત કરાયેલા વાહનો પર પેટ્રોલ છાંટ્યું હતું. ત્યારબાદ તેમણે CNG રિક્ષા અને આઈશર કન્ટેનર ટ્રકને આગ ચાંપી દીધી હતી. આગને કારણે વાહનો સંપૂર્ણપણે સળગી ઉઠ્યા હતા અને અંદાજે ₹1.25 લાખના મુદ્દામાલને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ દારૂના કેસમાં થયેલી કાર્યવાહીનો બદલો લેવા માટે આગ લગાવ્યાનો ગુનો કબૂલી લીધો હોવાનું દાવો કરવામાં આવ્યો છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ હવે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ, ઘટનામાં અન્ય કોઈની સંડોવણી હતી કે નહીં અને આગ લગાડવા પાછળ અન્ય કોઈ કારણ હતું કે કેમ તે સહિતના મુદ્દાઓની વધુ તપાસ હાથ ધરી રહી છે.