Get News Alerts

Never miss breaking news updates.

Dahod : 1 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો, 1,459 પેટી સાથે ટ્રક જપ્ત

Dahod : લોકલ ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલા દારૂના મોટા જથ્થાને ઝડપી પાડ્યો. ખંગેલા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ટ્રકમાંથી 1,459 પેટી દારૂનો જથ્થો ઝડપાયો છે.
Kunjan ShuklaUpdated on: 07 Oct 2026 06:46 PM IST
Dahod : 1 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો, 1,459 પેટી સાથે ટ્રક જપ્તDahod : 1 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો, 1,459 પેટી સાથે ટ્રક જપ્ત

Dahod

Dahod : દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલા દારૂના મોટા જથ્થાને ઝડપી પાડ્યો છે. ખંગેલા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ટ્રકમાંથી 1,459 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂ અને ટ્રક સહિત કુલ રૂ.1.40 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસે ટ્રકચાલકને ઝડપી પાડ્યો

મળતી માહિતી મુજબ, દાહોદ LCBના અધિકારીઓ મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર પર આવેલી ખંગેલા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. દરમિયાન મધ્યપ્રદેશ તરફથી ગુજરાત તરફ આવી રહેલી ટ્રક નંબર HP-38-J-3973 પોલીસને શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે ટ્રકને રોકવાનો પ્રયાસ કરતાં પોલીસ ચેકિંગ જોઈ ટ્રકચાલક ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ચાલકને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ટ્રકની તપાસ કરતા તેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ટ્રકમાંથી કુલ 1,459 પેટી દારૂ મળી આવી હતી. પોલીસે ટ્રકચાલક જશરાજ ચૌધરી (જાટ)ને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ જપ્ત કરાયેલા દારૂના જથ્થાની કિંમત રૂ.1,20,06,840 હોવાનું સામે આવ્યું છે. જ્યારે દારૂ અને ટ્રક સહિત કુલ રૂ.1,40,25,800નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં તેને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. દારૂની હેરાફેરી પાછળ અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને આ જથ્થો કોના માટે મોકલવામાં આવ્યો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બોર્ડર વિસ્તારમાં પોલીસની સતર્કતાના કારણે દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો : Aravalli SOGની મોટી કાર્યવાહી, રાજસ્થાનની લૂંટનો ભેદ ઉકેલાયો; બે આરોપી ઝડપાયા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.