Valsad News: અનંત પટેલના ખાસ અને દારૂબંધી માટે મોરચો માંડનારા ખુદ દારૂ સાથે ઝડપાતા દક્ષિણ ગુજરાત કોંગ્રેસમાં સન્નાટો



Valsad Liquor Case
Valsad News: અનંત પટેલના ખાસ અને દારૂબંધી માટે મોરચો માંડનારા ખુદ દારૂ સાથે ઝડપાતા દક્ષિણ ગુજરાત કોંગ્રેસમાં સન્નાટો



Valsad Liquor Case
Valsad Liquor Case: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલસર ચેકપોસ્ટ નજીક પોલીસની વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી દારૂ મળી આવતાં કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે કારમાં સવાર ત્રણ શખ્સોની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા લોકોમાં ધરમપુર તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિ અને પૂર્વ તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ પટેલનો પણ સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા મુજબ, કલ્પેશ પટેલ પોતાના બે સાથીદારો સાથે સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ-01-CB-3771માં દમણ તરફથી ધરમપુર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન કલસર ચેકપોસ્ટ પર ફરજ બજાવી રહેલી પોલીસે શંકાના આધારે કારને રોકી હતી.
કારની તપાસ દરમિયાન પોલીસને અંદરથી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો તેમજ કાર કબજે કરી ત્રણેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓ દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હોવાનું જણાવાયું છે. આ કેસમાં પોલીસે કલ્પેશ અમૃતભાઈ પટેલ, હેમંતકુમાર પટેલ અને કુલદીપસિંહ પઢિયારની ધરપકડ કરી છે.
કલ્પેશ પટેલ ધરમપુરના મોટી ઢોલડુંગરી વિસ્તારના રહેવાસી હોવાનું અને અગાઉ તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડી ચૂક્યા છે. પૂર્વ તાલુકા પંચાયત સભ્ય સહિત ત્રણ લોકો દારૂના કેસમાં ઝડપાતા સ્થાનિક સ્તરે પણ આ મામલો ચર્ચામાં આવ્યો છે. હાલ પોલીસે દારૂના જથ્થા સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





