Get News Alerts

Never miss breaking news updates.

ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂકાંડ: 22 લોકો અસરગ્રસ્ત, 4નાં મોત; 18 સારવાર હેઠળ

Bhavnagar Duplicate Liquor Case: ભાવનગર જિલ્લામાં ડુપ્લીકેટ દારૂના સેવનના શંકાસ્પદ બનાવને પગલે તંત્ર અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ કુલ 22 લોકો અસરગ્રસ્ત થયા છે, જેમાંથી 18 લોકો હાલ સારવાર હેઠળ છે, જ્યારે 4 લોકોનાં મોત થયા છે. જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના જણાવ્યા મુજબ, સમગ્ર મામલે તંત્ર દ્વારા ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે....
R Gajjar
R GajjarUpdated on: 19 Aug 2026 06:03 PM IST
ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂકાંડ: 22 લોકો અસરગ્રસ્ત, 4નાં મોત; 18 સારવાર હેઠળભાવનગરમાં ડુપ્લીકેટ દારૂકાંડ: 22 લોકો અસરગ્રસ્ત, 4નાં મોત; 18 સારવાર હેઠળ

AI Generated Images

Bhavnagar Duplicate Liquor Case: ભાવનગર જિલ્લામાં ડુપ્લીકેટ દારૂના સેવનના શંકાસ્પદ બનાવને પગલે તંત્ર અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ કુલ 22 લોકો અસરગ્રસ્ત થયા છે, જેમાંથી 18 લોકો હાલ સારવાર હેઠળ છે, જ્યારે 4 લોકોનાં મોત થયા છે. જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના જણાવ્યા મુજબ, સમગ્ર મામલે તંત્ર દ્વારા ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટનાની તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 4 બુટલેગરોની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રોયલ સ્ટેગનું સેવન કરનારાઓને ખાસ અપીલ
કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલે જણાવ્યું છે કે, રોયલ સ્ટેગ બ્રાન્ડનું સેવન કર્યું હોય અને હાલમાં કોઈ તકલીફ કે લક્ષણો ન હોય તો પણ એક વખત હોસ્પિટલમાં તપાસ કરાવવી જોઈએ. આરોગ્ય સંબંધિત કોઈપણ અસ્વસ્થતા જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવાની અપીલ કરવામાં આવી છે.

અમદાવાદથી ડૉક્ટરોની ટીમ ભાવનગર પહોંચી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી ડૉક્ટરોની વિશેષ ટીમ ભાવનગર પહોંચી છે. તબીબી ટીમ દ્વારા અસરગ્રસ્ત દર્દીઓની સ્થિતિ અંગે જરૂરી તપાસ અને સારવારમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે.

પોલીસ તપાસ તેજ
ડુપ્લીકેટ દારૂ ક્યાંથી આવ્યો, તેનું વિતરણ કોણે કર્યું અને આ સમગ્ર મામલામાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે 4 બુટલેગરોની અટકાયત કરી છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવી છે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ વ્યક્તિએ શંકાસ્પદ દારૂનું સેવન કર્યું હોય તો લક્ષણોની રાહ જોયા વિના તબીબી તપાસ કરાવે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]