ભાવનગર ડુપ્લિકેટ દારૂકાંડમાં વધુ એક મોત, મૃત્યુઆંક 10 પર પહોંચ્યો

Bhavnagar Duplicate Liquor Case: ભાવનગરમાં ડુપ્લિકેટ ઈંગ્લિશ દારૂ પીવાના કારણે સર્જાયેલા કથિત ઝેરી દારૂકાંડમાં વધુ એક યુવકનું મોત થયું છે. નકલી ઈંગ્લિશ દારૂ પીધા બાદ ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા...
Rupin Bakraniya
Rupin Bakraniya
Bhavnagar Duplicate Liquor CaseBhavnagar Duplicate Liquor Case

Bhavnagar Duplicate Liquor Case

Bhavnagar Duplicate Liquor Case: ભાવનગરમાં ડુપ્લિકેટ ઈંગ્લિશ દારૂ પીવાના કારણે સર્જાયેલા કથિત ઝેરી દારૂકાંડમાં વધુ એક યુવકનું મોત થયું છે. નકલી ઈંગ્લિશ દારૂ પીધા બાદ ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા સુરતના યુવક સંજય ડોડીયાનું આજે સારવાર દરમિયાન મોત થયું છે. આ સાથે સમગ્ર ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 પર પહોંચ્યો છે.

પાંચ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો યુવક

મળતી માહિતી મુજબ, સંજય ડોડીયાએ ડુપ્લિકેટ ઈંગ્લિશ દારૂ પીધા બાદ તબિયત લથડતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. છેલ્લા પાંચ દિવસથી તે સારવાર હેઠળ હતો અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું હતું. ગતરોજ તબીબોએ સંજય ડોડીયાને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. ત્યારબાદ આજે અચાનક તેનું હૃદય બંધ પડી જતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ભાવનગર ડુપ્લિકેટ દારૂકાંડમાં મૃત્યુઆંક 10 થયો

સંજય ડોડીયાના મોત સાથે ભાવનગરમાં સર્જાયેલા આ ડુપ્લિકેટ દારૂકાંડમાં મૃત્યુઆંક 10 પર પહોંચી ગયો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે અને દારૂના ગેરકાયદે વેચાણ તથા સપ્લાય સામે સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનામાં અગાઉ પણ અનેક લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક લોકોની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

નકલી દારૂના નેટવર્ક સામે કાર્યવાહી પર નજર

ડુપ્લિકેટ દારૂના સેવનથી એક બાદ એક મોત સામે આવતા પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ગેરકાયદે દારૂ ક્યાંથી આવ્યો અને તેની સપ્લાય ચેનમાં કોણ-કોણ સંકળાયેલું છે તે અંગેની તપાસ મહત્વપૂર્ણ બની છે. હવે વધુ કોઈ વ્યક્તિ આ ઝેરી દારૂનો ભોગ ન બને તે માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી અને સપ્લાય નેટવર્ક સુધી પહોંચવાની જરૂરિયાત ઊભી થઈ છે.