ભાવનગર LCBની મોટી કાર્યવાહી: 864 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, રૂ.4.17 લાખનો મુદ્દામાલ જપ્ત


ભાવનગર LCBની મોટી કાર્યવાહી: 864 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, રૂ.4.17 લાખનો મુદ્દામાલ જપ્ત


ભાવનગર: ભાવનગર શહેરમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવી રહેલા પરપ્રાંતના વિદેશી દારૂના જથ્થા સામે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ઘોઘા રો-રો ફેરી સર્વિસ મારફતે ભાવનગર તરફ આવી રહેલી મહિન્દ્રા XUV 500 કારને ઝડપી પાડી તેમાંથી વિવિધ બ્રાન્ડની 864 સીલપેક બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.4,17,856નો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી:
તા.9 ઓગસ્ટ 2026ના રોજ LCB પોલીસ સ્ટાફ ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સુરતનો હરેશભાઈ આસોદરીયા પોતાની મહિન્દ્રા XUV 500 કાર નં. GJ-21-AQ-6408માં પરપ્રાંતનો વિદેશી દારૂ ભરી ઘોઘા રો-રો ફેરી સર્વિસ મારફતે ભાવનગર તરફ આવવાનો છે.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કારને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. કારની તપાસ દરમિયાન 180 MLની કુલ 864 સીલપેક બોટલો મળી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, બોટલો પર “For Sale in U.T. of Dadra and Nagar Haveli and Daman and Diu Only” લખેલું હતું.
ચાર અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી:
પોલીસે જપ્ત કરેલા દારૂમાં વિવિધ બ્રાન્ડનો સમાવેશ થાય છે.
જપ્ત કરાયેલા દારૂની વિગતો:
ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હિસ્કી – 192 બોટલ, કિંમત રૂ.34,368
આઇકોનીક વ્હાઇટ ફાયનેસ્ટ ગ્રેઇન વ્હિસ્કી – 240 બોટલ, કિંમત રૂ.20,400
સ્ટર્લિંગ રિઝર્વ B7 રેર બ્લેન્ડ વ્હિસ્કી – 240 બોટલ, કિંમત રૂ.21,600
રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વ્હિસ્કી – 192 બોટલ, કિંમત રૂ.31,488
દારૂની કુલ કિંમત રૂ.1,07,856 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
કાર અને મોબાઈલ સહિત રૂ.4.17 લાખનો મુદ્દામાલ જપ્ત:
દારૂ ઉપરાંત પોલીસે મહિન્દ્રા XUV 500 કાર, કિંમત રૂ.3 લાખ અને Vivo Y56 મોબાઈલ ફોન, કિંમત રૂ.10 હજાર પણ કબજે કર્યો છે.
કુલ જપ્ત મુદ્દામાલ:
વિદેશી દારૂ: રૂ.1,07,856
મહિન્દ્રા XUV 500: રૂ.3,00,000
Vivo Y56 મોબાઈલ: રૂ.10,000
કુલ: રૂ.4,17,856
એક આરોપી ઝડપાયો, એક શખ્સ વોન્ટેડ:
આ મામલે પોલીસે હરેશ કાનજી આસોદરીયા (ઉંમર 49), વ્યવસાયે ડ્રાઈવર, હાલ ખોલવાડ, તા. કામરેજ, સુરત અને મૂળ દેવળા, તા. ગોંડલ, રાજકોટની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાવાતા પરેશ દામજીભાઈ શિયાળ, રહે. મહુવા, હાલ સુરતને હાલ પકડવાનો બાકી રાખવામાં આવ્યો છે.
આ મામલે ઘોઘા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી:
પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
LCB પોલીસ ઈન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ PSI આર.એ. વાઢેર, વી.સી. જાડેજા, પી.ડી. ઝાલા સહિતના પોલીસ સ્ટાફે આ કામગીરીને અંજામ આપ્યો હતો.




