
Gujarat: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો મંજૂર કર્યો છે.

Surat : દિવાળીના તહેવાર અને વેકેશન દરમિયાન વતન જતા મુસાફરોને સરળતાથી મુસાફરીની સુવિધા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 1600 વધારાની બસો દોડાવવાનો નિર્ણય

Science Safar 2026 Gujarat Science City: વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા વધારવા અને તેમને પ્રાયોગિક શિક્ષણની તક પૂરી પાડવાના હેતુથી ગુજરાત સાયન્સ સિટી દ્વારા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST)ના...

Ambaji Bhadarvi Poonam GSRTC Extra Trips: અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિશેષ બસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સાત...

Gujarat ST : ગુજરાતમાં આગામી તહેવારો અને મેળાઓ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને યાત્રિકો વિવિધ ધાર્મિક સ્થળોએ પહોંચવાના છે.

Gujarat Dycm : રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાજ્યની માતા-બહેનોને શ્રેષ્ઠ પરિવહન સુવિધાની ભેટ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા 101 નવીન એસ.ટી. બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

GSRTC Raksha Bandhan Extra Trips: રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તહેવાર દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી...

Ahmedabad: અમદાવાદ શહેરના નાગરિકો અને મુસાફરોને નવી સુવિધાની ભેટ મળી છે. ગીતામંદિર ખાતે નિર્માણ પામેલા અત્યાધુનિક ગીતામંદિર બસ ટર્મિનલ-2 (નોર્થ બ્લોક) આઇકોનિક બસપોર્ટનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળી અને શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Geetamandir Iconic Busport Ahmedabad: અમદાવાદ શહેરના નાગરિકો અને મુસાફરોને આજે નવીન ભેટ મળી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગીતામંદિર ખાતે નિર્માણ પામેલ અત્યાધુનિક ગીતામંદિર બસ ટર્મિનલ-2 (નોર્થ બ્લોક) આઇકોનિક બસપોર્ટ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળી અને શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નવનિર્મિત બસોને...

Coronavirus Warriors: કોરોના મહામારીમાં પોતાની ચિંતા કર્યા વગર ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના કર્મયોગીઓએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. આ સમયગાળામાં ફરજ પર સંક્રમિત થયેલા અને અવસાન પામેલા ડ્રાઇવર, કંડક્ટર સહિત ૧૧૫ કર્મચારીઓના પરિવારોને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. ૨૫ લાખની આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરકારમાં...

આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મોટી સુવિધાની ભેટ આપી છે. શાળા-કોલેજ સુધી પહોંચવામાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત 139 નવી બસો શરૂ કરવામાં આવી છે. આ બસ સેવાથી હજારો વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સમયસર પરિવહનની સુવિધા મળશે.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મોટી રાહતની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારા બાદ હવે કર્મચારીઓને 58 ટકા મોંઘવારી ભથ્થું મળશે, જ્યારે વધારાના ભથ્થાની એરિયર્સની રકમ પણ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી કર્મચારીઓને કુલ ₹24 કરોડથી વધુનો સીધો લાભ મળશે.

Gujarat GSRTC Bus: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા માર્ચ 2025માં અજમાયશી ધોરણે શરૂ કરવામાં આવેલી QR-કોડ આધારિત મુસાફર ફીડબેક સિસ્ટમ હવે રાજ્યભરમાં મોટા પાયે વિસ્તરવામાં આવી છે. આ પહેલને લાખો મુસાફરોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે અને સરેરાશ 5માંથી 4.7 સ્ટારનું સંતોષજનક રેટિંગ પ્રાપ્ત થયું છે.

GSRTCમાં મુસાફરોનો અનુભવ વધુ સારો બનાવવા માટે શરૂ કરાયેલી QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. રાજ્યની 8 હજારથી વધુ બસો અને 125 બસ સ્ટેશન પર અમલમાં આવેલી આ વ્યવસ્થા હેઠળ 3 લાખથી વધુ મુસાફરોએ પ્રતિસાદ આપ્યો છે. મુસાફરોના ફીડબેકના આધારે GSRTCને 5માંથી 4.7 સ્ટારનું ઊંચું રેટિંગ મળ્યું છે. મુસાફરોની ફરિયાદો અને સૂચનો પર તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ ખાતરી આપવામાં આવી છે. જોઈએ આ અહેવાલ.

Gujarat GSRTC Bus: ગુજરાતમાં સરકારી એસી બસોનું ભાડું ઘટતાં મુસાફરો માટે પ્રવાસ હવે વધુ સસ્તો અને આરામદાયક બન્યો છે. GSRTC દ્વારા અમદાવાદ-ધોલેરા અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર દોડતી પ્રિમિયમ એસી અને વોલ્વો બસોના ભાડામાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક પ્રજા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસઆરટીસી બસોના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેના લીધે સામાન્ય પ્રજામાં ખુશીનો મહાલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ થી સુરત નોન સ્ટોપ વોલ્વોમાં બસના ભાડામાં ભારે ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. જેના લીધે મુસાફરો પૈસાની બચત થશે.