Get News Alerts

Never miss breaking news updates.

Gujarat ST : મેળા-તહેવારોમાં 15 લાખ યાત્રિકોની સુવિધા માટે GSRTC નો એક્શન પ્લાન, પ્રવાસીઓની સુવિધા સાથે પર્યાવરણની ચિંતા

Gujarat ST : ગુજરાતમાં આગામી તહેવારો અને મેળાઓ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને યાત્રિકો વિવિધ ધાર્મિક સ્થળોએ પહોંચવાના છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 17 Sep 2026 12:43 PM IST
Gujarat ST : મેળા-તહેવારોમાં 15 લાખ યાત્રિકોની સુવિધા માટે GSRTC નો એક્શન પ્લાન, પ્રવાસીઓની સુવિધા સાથે પર્યાવરણની ચિંતાGujarat ST : મેળા-તહેવારોમાં 15 લાખ યાત્રિકોની સુવિધા માટે GSRTC નો એક્શન પ્લાન, પ્રવાસીઓની સુવિધા સાથે પર્યાવરણની ચિંતા

Gujarat ST

Gujarat ST : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે GSRTC દ્વારા 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓની મુસાફરીને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને સુગમ અને સુરક્ષિત પરિવહન મળી રહે તે માટે નિગમ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજ્યમાં એક માસ સુધી વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત GSRTC દ્વારા પર્યાવરણલક્ષી પહેલ પણ કરવામાં આવી છે.

પ્રવાસીઓની સુવિધા સાથે પર્યાવરણની ચિંતા

આ પહેલ હેઠળ ધાર્મિક સ્થળો અને મેળાઓમાં આવતા યાત્રિકો જો સિંગલ-યુઝ પ્લાસ્ટિક લઈને આવશે તો તેમને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે GSRTC દ્વારા નિઃશુલ્ક બાયોડીગ્રેડેબલ બેગ્સનું વિતરણ કરવામાં આવશે. આ પહેલનો હેતુ યાત્રિકોને સુવિધા આપવાની સાથે પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ GSRTCની કામગીરીને બિરદાવતા ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ GSRTC દ્વારા મુસાફર સેવાઓનો વ્યાપ સતત વધારવામાં આવી રહ્યો છે.

રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોએ યોજાતા મેળાઓ અને તહેવારો દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ એક સ્થળેથી બીજા સ્થળે જતા હોય છે. આવા પ્રસંગોએ મુસાફરોને સુગમ પરિવહન પૂરું પાડવામાં GSRTC મહત્વની ભૂમિકા ભજવે છે. આ વખતે પણ 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોની સુરક્ષિત અને સુચારૂ મુસાફરી માટે નિગમ સંપૂર્ણ રીતે તૈયાર હોવાનું મંત્રીએ જણાવ્યું છે.

શ્રદ્ધાળુઓને મળશે નિઃશુલ્ક બાયોડીગ્રેડેબલ બેગ્સ

મંત્રીએ GSRTCના ડ્રાઇવરો, કંડક્ટરો અને સમગ્ર સ્ટાફને મોટી સંખ્યામાં યાત્રિકોની સેવા અને વ્યવસ્થા જાળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તહેવારો અને મેળાઓ દરમિયાન વધતા મુસાફરોને ધ્યાનમાં રાખીને GSRTC દ્વારા મુસાફરી વ્યવસ્થાને સુગમ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ ખૂણેથી આવતા શ્રદ્ધાળુઓને ધાર્મિક સ્થળો સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે નિગમ દ્વારા જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે.

સાથે જ બાયોડીગ્રેડેબલ બેગ્સના વિતરણથી યાત્રિકોમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આમ, તહેવારો અને મેળાઓની સિઝનમાં એક તરફ GSRTC 15 લાખથી વધુ યાત્રિકોની પરિવહન જરૂરિયાત માટે સજ્જ થઈ રહ્યું છે, તો બીજી તરફ પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને બાયોડીગ્રેડેબલ બેગ્સના વિતરણની પહેલ પણ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Rajkot ના સદર વિસ્તારમાં નવું બોક્સ કલવર્ટ ખુલ્લું મુકાયું, હજારો લોકોને મળશે રાહત

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે