Get News Alerts

Never miss breaking news updates.

GSRTCના મુસાફરો આનંદો! પ્રિમિયમ AC-વોલ્વો બસના ભાડામાં ઘટાડો

Gujarat GSRTC Bus: ગુજરાતમાં સરકારી એસી બસોનું ભાડું ઘટતાં મુસાફરો માટે પ્રવાસ હવે વધુ સસ્તો અને આરામદાયક બન્યો છે. GSRTC દ્વારા અમદાવાદ-ધોલેરા અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર દોડતી પ્રિમિયમ એસી અને વોલ્વો બસોના ભાડામાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.
Admin
AdminUpdated on: 16 Jun 2026 08:15 PM IST
GSRTCના મુસાફરો આનંદો! પ્રિમિયમ AC-વોલ્વો બસના ભાડામાં ઘટાડોGSRTCના મુસાફરો આનંદો! પ્રિમિયમ AC-વોલ્વો બસના ભાડામાં ઘટાડો

Gujarat GSRTC Bus: ગુજરાતમાં સરકારી એસી બસોનું ભાડું ઘટતાં મુસાફરો માટે પ્રવાસ હવે વધુ સસ્તો અને આરામદાયક બન્યો છે. GSRTC દ્વારા અમદાવાદ-ધોલેરા અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર દોડતી પ્રિમિયમ એસી અને વોલ્વો બસોના ભાડામાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પર અમદાવાદથી ભાવનગર વચ્ચે રોજ 24 ફેરા ફરતી પ્રિમિયમ એસી બસોનું ભાડું ઘટાડીને ₹336 રૂપિયા કરવામાં આવ્યું છે. બીજી તરફ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે થઈને દોડતી અમદાવાદ-સુરત રૂટની નોન-સ્ટોપ વોલ્વો બસોમાં હવે ₹61ની સીધી બચત સાથે માત્ર ₹679 રૂપિયામાં જ મુસાફરી કરી શકાશે.

ભીષણ ગરમીના આ દિવસોમાં મધ્યમ વર્ગના પરિવારો માટે આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થયો છે. દરેક પ્રવાસે આર્થિક બચત થવાના કારણે લોકો હવે અંગત વાહનોને બદલે સરકારી લક્ઝુરિયસ બસોને પ્રાધાન્ય આપી રહ્યા છે. ભાડામાં ઘટાડો થવા છતાં મુસાફરોની સુવિધા અને સમયપાલનમાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી.

‘વધુ બસ, સારી બસ’ના સૂત્ર સાથે આ એસી કોચ આધુનિક લેગરૂમ, સીસીટીવી કેમેરા, ફાયર એલાર્મ અને હાઈટેક મોનિટરિંગ સિસ્ટમથી સજ્જ છે. મુસાફરો તરફથી મળી રહેલા જોરદાર પ્રતિસાદને પગલે GSRTC આગામી દિવસોમાં બસોની સંખ્યામાં હજુ પણ વધારો કરશે. પ્રવાસીઓ ઘરે બેઠાં જ નિગમની વેબસાઈટ કે મોબાઈલ એપ દ્વારા માત્ર થોડી ક્લિક્સમાં ટિકિટ બુક કરાવી રહ્યા છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.