રક્ષાબંધન પર GSRTCની મોટી જાહેરાત, 6,500 એક્સ્ટ્રા ટ્રીપ દોડશે


GSRTC Raksha Bandhan Extra Trips
રક્ષાબંધન પર GSRTCની મોટી જાહેરાત, 6,500 એક્સ્ટ્રા ટ્રીપ દોડશે


GSRTC Raksha Bandhan Extra Trips
GSRTC Raksha Bandhan Extra Trips: રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તહેવાર દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે રાજ્યભરમાં વિવિધ રૂટ પર કુલ 6,500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવશે.
26થી 30 ઓગસ્ટ સુધી વધારાની બસો
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં GSRTC દ્વારા તા. 26થી 30 ઓગસ્ટ, 2026 દરમિયાન વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. રક્ષાબંધન દરમિયાન બહેનો અને પરિવારજનોને મુસાફરીમાં કોઈ અગવડ ન પડે તે માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ રૂટ પર દોડશે એક્સ્ટ્રા બસો
GSRTC દ્વારા અમદાવાદ, ગોધરા, વડોદરા, પાલનપુર, નડિયાદ ઉપરાંત પાવાગઢ, સુરત, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને વલસાડ સહિતના મહત્વના પ્રવાસન તથા તીર્થધામોના રૂટ પર વધારાની બસો દોડાવવામાં આવશે.
ગત વર્ષે 6,402 એક્સ્ટ્રા ટ્રીપથી 3.33 લાખ મુસાફરોને લાભ
ગત વર્ષે રક્ષાબંધનના પર્વ દરમિયાન GSRTC દ્વારા નિયમિત સર્વિસ ઉપરાંત 6,402 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ વધારાની સેવાઓનો લાભ આશરે 3.33 લાખ મુસાફરોએ લીધો હતો.
એડવાન્સ બુકિંગની પણ સુવિધા
ચાલુ વર્ષે પણ મુસાફરોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે GSRTC દ્વારા એડવાન્સ બુકિંગ અને વધારાની બસોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને રક્ષાબંધન નિમિત્તે બહેનો અને પરિવારજનો સરળતાથી પોતાના વતન કે અન્ય સ્થળે પહોંચી શકે તે માટે નિગમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. GSRTC દ્વારા જાહેર જનતાને આ વિશેષ પરિવહન સેવાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.




