Gujarat Dycm હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતેથી 101 નવીન St Bus નું લોકાર્પણ કરી પ્રસ્થાન કરાવ્યું



Gujarat Dycm
Gujarat Dycm હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતેથી 101 નવીન St Bus નું લોકાર્પણ કરી પ્રસ્થાન કરાવ્યું



Gujarat Dycm
Gujarat Dycm : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ તમામ નવીન બસોનું ગાંધીનગર ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન એસ.ટી. નિગમની મહિલા કંડક્ટરોએ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને રાખડી બાંધી રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરી હતી.
નોંધનીય છે કે, એસ. ટી. નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને ઓપરેશન સ્ટાફ રાજ્યની માતા-બહેનો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે 24*7 અવિરત સેવાઓ આપે છે અને પોતે આ તહેવારની ઉજવણીનું બલિદાન આપતા હોય છે.
26 થી 30 ઓગસ્ટ દરમિયાન 6500 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે
રાજ્યની માતા બહેનોની પરિવહન સુવિધા માટે કર્તવ્યનિષ્ઠા બદલ નાયબ મુખ્યમંત્રીએ એસ.ટી નિગમના સૌ કર્મચારીઓને અભિનંદન પાઠવી આ સેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ એસ.ટી. બસનું નિરીક્ષણ કર્યું હતું. લોકાર્પિત કરાયેલી 101 બસોમાં 71 સુપર એક્સપ્રેસ, 20 મિડી અને 10 સ્લીપર કોચનો સમાવેશ થાય છે, જે તમામ બસો રક્ષાબંધન તહેવારના વિશેષ સંચાલનમાં પણ ઉમેરાશે.
મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિઝનરી પહેલ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર દ્વારા રાજ્યના નાગરિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે સુવિધાજનક, સલામત અને આરામદાયક જાહેર પરિવહન સેવા સુનિશ્ચિત કરવાના ભગીરથ પ્રયાસરૂપે નવીન 101 એસ.ટી. બસોને જનતાની સેવામાં લોકાર્પિત કરવામાં આવી છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.
રૂટ પર વિશેષ સંચાલન તેમજ એડવાન્સ બુકિંગની સુવિધા ઉપલબ્ધ
વધુમાં તેમને જણાવ્યું હતું કે, આગામી પવિત્ર રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા નવા રૂટ પર વિશેષ બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે, જે રાજ્યના ખૂણે-ખૂણેથી પ્રવાસ કરતા નાગરિકોની મુસાફરી વધુ સરળ બનાવશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તારીખ 26 થી 30 ઑગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વિવિધ રૂટ પર કુલ 6500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મુખ્ય શહેરો અને અંબાજી, પાવાગઢ અને સોમનાથ જેવા પ્રમુખ તીર્થધામો પર વિશેષ બસો દોડાવવાનું સઘન આયોજન કરાયું છે. મુસાફરોની સરળતા માટે ઓનલાઈન તેમજ ડેપો પર ઍડવાન્સ બુકિંગની પૂરતી વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે.
એસ.ટી નિગમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રક્ષાબંધન દરમિયાન નિગમ દ્વારા 6402 વધારાની ટ્રીપો દોડાવીને 3.33 લાખ મુસાફરોને સફળતાપૂર્વક સેવા આપવામાં આવી હતી. આ વર્ષે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા આયોજનને વધુ વ્યાપક બનાવી 6500 એકસ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે.
એસ.ટી. નિગમ દ્વારા જાહેર જનતાને આ વિશેષ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી પી.સી. બરંડા, મંત્રી જયરામ ગામીત, ગાંધીનગર મેયર મીરા પટેલ, ગાંધીનગર (દક્ષિણ) ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર સહિત એસ.ટી નિગમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Alien World માં Akshay Kumar ની ધમાકેદાર એન્ટ્રી, ‘સમુક’ બની રહી છે મેગા ફિલ્મ

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



