
Surat ના પાંડેસરા વિસ્તારમાં અબોલ જીવને બચાવવા ફાયર વિભાગે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી માનવતાની મિસાલ પૂરી પાડી છે.

Surat શહેરના કોસાડ વિસ્તારમાં લિફ્ટ બંધ થઈ જતા 7 લોકો ફસાઈ જવાની ઘટના સામે આવી છે. કોસાડ ખાતે આવેલા ‘ગૃહમ આઇકોન’ શોપિંગ કોમ્પલેક્ષમાં લિફ્ટ અચાનક બંધ થઈ ગઈ હતી.

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના કુકસાવાડા ગામ નજીક ખુલ્લા કૂવામાં સિંહણ પડી જવાની ઘટના સામે આવી છે. કૂવામાંથી સિંહણના અવાજ આવતા સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં જ જૂનાગઢ વન વિભાગની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

જામનગર: શહેરના રાજ્પાર્ક નજીક આવેલા રંગમતી પાર્કની બે ચબૂતરાવાળી શેરીમાં શનિવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. એક રહેણાંક મકાનનો ઉપરનો ભાગ અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં બે થી ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, એક વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ ગયો હોવાની આશંકા વ્યક્ત થતાં ફાયર વિભાગે તાત્કાલિક યુદ્ધના...

Kerala Flood News: કેરળમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. રાજ્યમાં પૂર, ભૂસ્ખલન અને નદીઓમાં આવેલા ભારે પ્રવાહને કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો હજુ પણ લાપતા હોવાનું સત્તાવાર માહિતીમાં જણાવાયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા હજારો લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અનેક ઘરો, રસ્તાઓ અને જાહેર...

Indonesia Ferry Fire Madura Island: ઇન્ડોનેશિયાના મદુરા દ્વીપ નજીક રવિવારે મુસાફરો ભરેલી એક ફેરીમાં ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 5 લોકોના મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે, જ્યારે 41 લોકો હજુ પણ લાપતા છે. લાપતા મુસાફરોને શોધવા માટે મોટા પાયે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. ઇન્ડોનેશિયાની સર્ચ એન્ડ રેસ્ક્યૂ એજન્સી મુજબ...

માળિયા હાટીના ગામમાં દીપડાના હુમલાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક 40 વર્ષીય યુવક પર છુપાયેલા દીપડાએ અચાનક હુમલો કરી દીધો હતો.

ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર બની છે. ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે મુખ્ય હાઈવે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે નીચાણવાળા ગામોમાં પૂરનું જોખમ ઉભું થતાં તંત્ર દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

Ahmedabad Fire Emergency Services Rain Response: અમદાવાદ શહેરમાં ભારે વરસાદની પરિસ્થિતિ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ સતત ખડેપગે રહી નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક રાહત માટે અસરકારક કામગીરી કરી રહ્યું છે. તા. 23 જુલાઈના સમગ્ર દિવસ દરમિયાન તથા તા. 24 જુલાઈના સવારે 10:00 વાગ્યા સુધી મળીને વિભાગે કુલ 132 ઇમરજન્સી કોલ પર ત્વરિત પ્રતિસાદ આપી સફળ કામગીરી...

Ahmedabad Bopal Flood: અમદાવાદ શહેરમાં અવિરત ભારે વરસાદને કારણે બોપલ વિસ્તાર જળબંબાકાર બન્યો છે. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ વિસ્તારમાં પહોંચી જાતે જ સ્થળ નિરીક્ષણ કર્યું અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ,...

Noida Mamura Fire: ઉત્તર પ્રદેશના નોઇડાના મામૂરા ગામમાં આવેલી એક બહુમાળી રહેણાંક ઈમારતમાં મંગળવારે ભીષણ આગ લાગતાં બે લોકોના મોત થયા હતા, જ્યારે અંદર ફસાયેલા અનેક પરિવારોને ફાયર વિભાગે સફળતાપૂર્વક બચાવી લીધા હતા. પ્રાથમિક તપાસ મુજબ આગનું કારણ ચાર્જિંગ પર મૂકેલી ઈલેક્ટ્રિક બાઈકની બેટરીમાં થયેલી સ્પાર્કિંગ હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર, ફેઝ-3 પોલીસ સ્ટેશન વિસ્તારની G+4 ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોરમાં...

ગાંધીનગર: અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટના અંગે ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (DGP) જી.એસ. મલિકે મહત્વપૂર્ણ નિવેદન આપતાં સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન અને ત્યારબાદની કાર્યવાહી અંગે વિગતવાર માહિતી આપી હતી. જી.એસ. મલિકે જણાવ્યું કે તેમને તેમના નિવાસસ્થાનેથી જ વિમાન દુર્ઘટના અને બ્લાસ્ટની માહિતી મળી હતી. માહિતી મળતા જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે પોલીસ,...