નોઇડાના મામૂરા ગામમાં ઈ-બાઈકની બેટરીમાં સ્પાર્કથી ભીષણ આગ: 2ના મોત, 50 પરિવારોનું રેસ્ક્યૂ

Noida Mamura Fire: ઉત્તર પ્રદેશના નોઇડાના મામૂરા ગામમાં આવેલી એક બહુમાળી રહેણાંક ઈમારતમાં મંગળવારે ભીષણ આગ લાગતાં બે લોકોના મોત થયા હતા, જ્યારે અંદર ફસાયેલા અનેક પરિવારોને ફાયર વિભાગે સફળતાપૂર્વક બચાવી લીધા હતા. પ્રાથમિક તપાસ મુજબ આગનું કારણ ચાર્જિંગ પર મૂકેલી ઈલેક્ટ્રિક બાઈકની બેટરીમાં થયેલી સ્પાર્કિંગ હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર, ફેઝ-3 પોલીસ સ્ટેશન વિસ્તારની G+4 ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોરમાં...
Rupin Bakraniya
Rupin Bakraniya
નોઇડાના મામૂરા ગામમાં ઈ-બાઈકની બેટરીમાં સ્પાર્કથી ભીષણ આગ: 2ના મોત, 50 પરિવારોનું રેસ્ક્યૂનોઇડાના મામૂરા ગામમાં ઈ-બાઈકની બેટરીમાં સ્પાર્કથી ભીષણ આગ: 2ના મોત, 50 પરિવારોનું રેસ્ક્યૂ

Noida Mamura Fire: ઉત્તર પ્રદેશના નોઇડાના મામૂરા ગામમાં આવેલી એક બહુમાળી રહેણાંક ઈમારતમાં મંગળવારે ભીષણ આગ લાગતાં બે લોકોના મોત થયા હતા, જ્યારે અંદર ફસાયેલા અનેક પરિવારોને ફાયર વિભાગે સફળતાપૂર્વક બચાવી લીધા હતા. પ્રાથમિક તપાસ મુજબ આગનું કારણ ચાર્જિંગ પર મૂકેલી ઈલેક્ટ્રિક બાઈકની બેટરીમાં થયેલી સ્પાર્કિંગ હોવાનું સામે આવ્યું છે.

માહિતી અનુસાર, ફેઝ-3 પોલીસ સ્ટેશન વિસ્તારની G+4 ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગમાં ઈ-બાઈક ચાર્જ થઈ રહી હતી. અચાનક બેટરીમાં સ્પાર્ક થતાં આગ ફાટી નીકળી અને નજીકમાં પાર્ક કરાયેલા અન્ય વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર ઈમારતમાં ધુમાડો ફેલાઈ ગયો.

ઈમારતમાં આશરે 50 પરિવારો રહેતા હોવાથી લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની સાત ફાયર ટેન્ડર, હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને સ્થાનિક પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર વિભાગે સમયસર કામગીરી કરીને અંદર ફસાયેલા તમામ પરિવારોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે ધુમાડાના કારણે બે લોકોની તબિયત ગંભીર બનતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ એક મહિલા અને એક પુરુષને મૃત જાહેર કર્યા હતા.

આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે અને ઈમારતના માલિક અથવા લીઝ ધારકની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક અધિકારીઓને સ્થળ પર પહોંચીને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે. તેમણે ઘાયલોને યોગ્ય સારવાર મળે તેમજ સમગ્ર ઘટનાની સતત દેખરેખ રાખવાના પણ નિર્દેશ આપ્યા છે.