માળિયા હાટીનામાં દીપડાનો આતંક: 40 વર્ષીય યુવક પર અચાનક હુમલો, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

માળિયા હાટીના ગામમાં દીપડાના હુમલાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક 40 વર્ષીય યુવક પર છુપાયેલા દીપડાએ અચાનક હુમલો કરી દીધો હતો.
Growth Now News
Growth Now News
માળિયા હાટીનામાં દીપડાનો આતંક: 40 વર્ષીય યુવક પર અચાનક હુમલો, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયોમાળિયા હાટીનામાં દીપડાનો આતંક: 40 વર્ષીય યુવક પર અચાનક હુમલો, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

માળિયા હાટીના ગામમાં દીપડાના હુમલાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક 40 વર્ષીય યુવક પર છુપાયેલા દીપડાએ અચાનક હુમલો કરી દીધો હતો.

મળતી માહિતી મુજબ, માળિયા હાટીના ગ્રામ પંચાયતની પાછળ આવેલા એક જર્જરિત મકાન પાસે ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન 40 વર્ષીય અશોકભાઈ શેખવા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. અચાનક જર્જરિત મકાનમાં છુપાયેલા દીપડાએ બહાર આવી અશોકભાઈ પર હુમલો કરી દીધો હતો.

દીપડાના હુમલામાં અશોકભાઈ ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘાયલ અશોકભાઈને તાત્કાલિક માળિયા હાટીના ખાતે પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગની ટીમે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તેજ કર્યું છે. દીપડાને સુરક્ષિત રીતે પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે ગ્રામજનોને પણ સાવચેત રહેવા અને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહેલા વિસ્તારથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.