અમદાવાદના બોપલમાં જળબંબાકાર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી

Ahmedabad Bopal Flood: અમદાવાદ શહેરમાં અવિરત ભારે વરસાદને કારણે બોપલ વિસ્તાર જળબંબાકાર બન્યો છે. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ વિસ્તારમાં પહોંચી જાતે જ સ્થળ નિરીક્ષણ કર્યું અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ,...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Ahmedabad Bopal Flood: અમદાવાદ શહેરમાં અવિરત ભારે વરસાદને કારણે બોપલ વિસ્તાર જળબંબાકાર બન્યો છે. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ વિસ્તારમાં પહોંચી જાતે જ સ્થળ નિરીક્ષણ કર્યું અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ, મશીનરી અને અન્ય તમામ સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

સેન્ટોઝા પાર્કમાં 8 ફૂટ સુધી પાણી ભરાયા
બોપલ વિસ્તારમાં આવેલા સેન્ટોઝા પાર્કમાં ભારે વરસાદને કારણે આશરે 8 ફૂટ સુધી પાણી ભરાઈ જતાં અનેક બંગલાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કરોડો રૂપિયાના વાહનો પણ પાણીમાં તરતા જોવા મળ્યા હતા, જેના કારણે રહેવાસીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

ફાયર બ્રિગેડ અને ઇન્ડિયન આર્મીનું રેસ્ક્યૂ ઓપરેશન
પરિસ્થિતિ વધુ ગંભીર બનતાં અમદાવાદ ફાયર બ્રિગેડ, રાજ્ય સરકાર અને ઇન્ડિયન આર્મીની ટીમોએ સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. બોટની મદદથી સેન્ટોઝા પાર્ક સહિતના વિસ્તારોમાંથી આશરે 50થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

સ્થાનિકોને તમામ મદદની ખાતરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સરકારી સહાય ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી. સાથે જ અધિકારીઓને પાણી ઝડપથી બહાર કાઢવા, વીજ પુરવઠો અને અન્ય આવશ્યક સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે પણ સૂચના આપી હતી.