કેરળમાં ભારે વરસાદનો કહેર: મૃત્યુઆંક 21 થયો, 6 લોકો લાપતા; IMDનું વધુ ભારે વરસાદનું એલર્ટ

Kerala Flood News: કેરળમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. રાજ્યમાં પૂર, ભૂસ્ખલન અને નદીઓમાં આવેલા ભારે પ્રવાહને કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો હજુ પણ લાપતા હોવાનું સત્તાવાર માહિતીમાં જણાવાયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા હજારો લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અનેક ઘરો, રસ્તાઓ અને જાહેર...
Rupin Bakraniya
Rupin Bakraniya
કેરળમાં ભારે વરસાદનો કહેર: મૃત્યુઆંક 21 થયો, 6 લોકો લાપતા; IMDનું વધુ ભારે વરસાદનું એલર્ટકેરળમાં ભારે વરસાદનો કહેર: મૃત્યુઆંક 21 થયો, 6 લોકો લાપતા; IMDનું વધુ ભારે વરસાદનું એલર્ટ

Kerala Flood News: કેરળમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. રાજ્યમાં પૂર, ભૂસ્ખલન અને નદીઓમાં આવેલા ભારે પ્રવાહને કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો હજુ પણ લાપતા હોવાનું સત્તાવાર માહિતીમાં જણાવાયું છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા હજારો લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અનેક ઘરો, રસ્તાઓ અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી વી.ડી. સતીશન આજે સૌથી વધુ અસરગ્રસ્ત પથનમથિટ્ટા જિલ્લાના રન્ની અને અરનમુલા વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરશે. તેઓ રાહત કેમ્પોનું નિરીક્ષણ કરશે તેમજ જિલ્લા અધિકારીઓ સાથે બચાવ કામગીરી અંગે ચર્ચા કરશે.

પોલીસ અને સ્થાનિક તંત્ર વચ્ચે સંકલનના અભાવ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. પ્રાથમિક તબક્કામાં સમયસર પગલાં લેવાયા હોત તો નુકસાન ઓછું થઈ શકત, તેવી ચર્ચા ચાલી રહી છે.

હાલ પંબા, અચનકોવિલ અને કક્કત્તર નદીઓ હજુ પણ જોખમી સપાટીએ વહે રહી છે. નદી કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં 74 રાહત કેમ્પો કાર્યરત છે, જ્યાં 3,000થી વધુ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે.

આ દરમિયાન ભારત હવામાન વિભાગ (IMD)એ મધ્ય અને ઉત્તર કેરળમાં આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે નવા પૂર અને ભૂસ્ખલનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્રએ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને જોખમી વિસ્તારોમાં ન જવા અપીલ કરી છે.