Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ પ્લેન દુર્ઘટના: DGP જી.એસ. મલિકે કર્યા મોટા ખુલાસા, રેસ્ક્યૂથી DNA પ્રક્રિયા સુધીની આપી માહિતી

ગાંધીનગર: અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટના અંગે ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (DGP) જી.એસ. મલિકે મહત્વપૂર્ણ નિવેદન આપતાં સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન અને ત્યારબાદની કાર્યવાહી અંગે વિગતવાર માહિતી આપી હતી. જી.એસ. મલિકે જણાવ્યું કે તેમને તેમના નિવાસસ્થાનેથી જ વિમાન દુર્ઘટના અને બ્લાસ્ટની માહિતી મળી હતી. માહિતી મળતા જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે પોલીસ,...
R Gajjar
R GajjarUpdated on: 10 Jun 2026 08:37 PM IST
અમદાવાદ પ્લેન દુર્ઘટના: DGP જી.એસ. મલિકે કર્યા મોટા ખુલાસા, રેસ્ક્યૂથી DNA પ્રક્રિયા સુધીની આપી માહિતીઅમદાવાદ પ્લેન દુર્ઘટના: DGP જી.એસ. મલિકે કર્યા મોટા ખુલાસા, રેસ્ક્યૂથી DNA પ્રક્રિયા સુધીની આપી માહિતી

AI Generated Images

ગાંધીનગર: અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટના અંગે ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (DGP) જી.એસ. મલિકે મહત્વપૂર્ણ નિવેદન આપતાં સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન અને ત્યારબાદની કાર્યવાહી અંગે વિગતવાર માહિતી આપી હતી. જી.એસ. મલિકે જણાવ્યું કે તેમને તેમના નિવાસસ્થાનેથી જ વિમાન દુર્ઘટના અને બ્લાસ્ટની માહિતી મળી હતી. માહિતી મળતા જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે પોલીસ, ફાયર બ્રિગેડ અને AMCની ટીમોએ સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી હતી. મૃતદેહોને બહાર કાઢવાની સાથે ટ્રાફિક ડાયવર્ઝનની કામગીરી પણ ઝડપી કરવામાં આવી હતી, જેથી બચાવ કામગીરીમાં કોઈ વિક્ષેપ ન આવે.

સિવિલ હોસ્પિટલમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા
DGPએ જણાવ્યું કે દુર્ઘટના બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વડાપ્રધાન સહિત અનેક VIP મહાનુભાવોની મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને વ્યવસ્થાપન માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

260 લોકોના મોત
જી.એસ. મલિકના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા હતા, જ્યારે જમીન પર હાજર 19 લોકોના પણ જીવ ગયા હતા. કુલ મળીને આ દુર્ઘટનામાં 260 લોકોના મૃત્યુ થયા હતા.

DNA મેચિંગની ઝડપી પ્રક્રિયા
રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે મૃતકોની ઓળખ અને DNA મેચિંગની પ્રક્રિયા અત્યંત ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી. મૃતકોના પરિવારજનોના નિવેદનો ઝડપથી લેવામાં આવ્યા હતા અને જરૂરી દસ્તાવેજો પણ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો કે વિશ્વસ્તરે પણ આ પ્રકારની DNA ઓળખ પ્રક્રિયા એટલી ઝડપથી પૂર્ણ થવાના કિસ્સા બહુ ઓછા જોવા મળે છે.

સરકાર અને તંત્રની સંકલિત કામગીરી
જી.એસ. મલિકે જણાવ્યું કે રાજ્ય સરકાર, પોલીસ વિભાગ, AMC અને ફાયર બ્રિગેડ સહિત તમામ એજન્સીઓએ સંકલનથી કામગીરી કરી હતી. મૃતકોના પરિવારજનોને સહાય અને જરૂરી દસ્તાવેજો ઝડપથી મળે તે માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com