ભારે વરસાદ વચ્ચે અમદાવાદ ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી, બે દિવસમાં 132 ઇમરજન્સી કોલ પર ત્વરિત એક્શન

Ahmedabad Fire Emergency Services Rain Response: અમદાવાદ શહેરમાં ભારે વરસાદની પરિસ્થિતિ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ સતત ખડેપગે રહી નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક રાહત માટે અસરકારક કામગીરી કરી રહ્યું છે. તા. 23 જુલાઈના સમગ્ર દિવસ દરમિયાન તથા તા. 24 જુલાઈના સવારે 10:00 વાગ્યા સુધી મળીને વિભાગે કુલ 132 ઇમરજન્સી કોલ પર ત્વરિત પ્રતિસાદ આપી સફળ કામગીરી...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Ahmedabad Fire Emergency Services Rain Response:  અમદાવાદ શહેરમાં ભારે વરસાદની પરિસ્થિતિ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ સતત ખડેપગે રહી નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક રાહત માટે અસરકારક કામગીરી કરી રહ્યું છે. તા. 23 જુલાઈના સમગ્ર દિવસ દરમિયાન તથા તા. 24 જુલાઈના સવારે 10:00 વાગ્યા સુધી મળીને વિભાગે કુલ 132 ઇમરજન્સી કોલ પર ત્વરિત પ્રતિસાદ આપી સફળ કામગીરી હાથ ધરી હતી. તેમાં 36 રેસ્ક્યૂ કોલ, 16 સ્ટ્રક્ચર કોલેપ્સ, 53 ટ્રી ફોલ અને 27 ફાયર કોલનો સમાવેશ થાય છે.

તા. 23 જુલાઈ, 2026 (00:00 થી 11:59 PM વાગ્યા સુધી) દરમિયાન ફાયર વિભાગને કુલ 109 કોલ પ્રાપ્ત થયા હતા. તેમાં 26 રેસ્ક્યૂ કોલ, 13 સ્ટ્રક્ચર કોલેપ્સ, 48 વૃક્ષ પડવાના બનાવો અને 22 ફાયર કોલનો સમાવેશ થાય છે. ઝોનવાર કામગીરીમાં નોર્થ ઝોનમાં 1 રેસ્ક્યૂ, 1 સ્ટ્રક્ચર કોલેપ્સ, 1 ટ્રી ફોલ અને 1 ફાયર કોલ; સાઉથ ઝોનમાં 1 રેસ્ક્યૂ, 4 ટ્રી ફોલ અને 1 ફાયર કોલ; ઈસ્ટ ઝોનમાં 1 સ્ટ્રક્ચર કોલેપ્સ, 1 ટ્રી ફોલ અને 1 ફાયર કોલ નોંધાયા હતા. વેસ્ટ ઝોનમાં 7 રેસ્ક્યૂ, 3 સ્ટ્રક્ચર કોલેપ્સ, 19 ટ્રી ફોલ અને 5 ફાયર કોલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સેન્ટ્રલ ઝોનમાં 1 રેસ્ક્યૂ, 6 સ્ટ્રક્ચર કોલેપ્સ, 4 ટ્રી ફોલ અને 7 ફાયર કોલ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. સાઉથ-વેસ્ટ ઝોનમાં 11 રેસ્ક્યૂ, 1 સ્ટ્રક્ચર કોલેપ્સ, 9 ટ્રી ફોલ અને 4 ફાયર કોલ તેમજ નોર્થ-વેસ્ટ ઝોનમાં 5 રેસ્ક્યૂ, 1 સ્ટ્રક્ચર કોલેપ્સ, 10 ટ્રી ફોલ અને 3 ફાયર કોલનો ઝડપી નિકાલ કરવામાં આવ્યો હતો.

તા. 24 જુલાઈ, 2026 (રાત્રે 00:00 થી સવારે 10:00 વાગ્યા સુધી) પણ ફાયર વિભાગની કામગીરી સતત ચાલુ રહી હતી. આ સમયગાળા દરમિયાન કુલ 23 કોલ પ્રાપ્ત થયા હતા, જેમાં 10 રેસ્ક્યૂ, 3 સ્ટ્રક્ચર કોલેપ્સ, 5 ટ્રી ફોલ અને 5 ફાયર કોલનો સમાવેશ થાય છે. નોર્થ ઝોનમાં 1 સ્ટ્રક્ચર કોલેપ્સ, 2 ટ્રી ફોલ અને 2 ફાયર કોલ; સાઉથ ઝોનમાં 1 રેસ્ક્યૂ અને 1 ફાયર કોલ; વેસ્ટ ઝોનમાં 3 રેસ્ક્યૂ અને 1 સ્ટ્રક્ચર કોલેપ્સ; સેન્ટ્રલ ઝોનમાં 1 સ્ટ્રક્ચર કોલેપ્સ અને 1 ફાયર કોલ; સાઉથ-વેસ્ટ ઝોનમાં 5 રેસ્ક્યૂ અને 1 ટ્રી ફોલ; તેમજ નોર્થ-વેસ્ટ ઝોનમાં 1 રેસ્ક્યૂ અને 2 ટ્રી ફોલના બનાવોમાં તાત્કાલિક કામગીરી કરવામાં આવી હતી. ઈસ્ટ ઝોનમાં આ સમયગાળા દરમિયાન કોઈ નોંધપાત્ર ઘટના નોંધાઈ નહોતી, જ્યારે 'અન્ય' શ્રેણીમાં 1 ફાયર કોલ પર કાર્યવાહી કરવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ ભારે વરસાદની પરિસ્થિતિમાં 24 કલાક સજ્જ રહી દરેક કોલ પર ઝડપી પ્રતિસાદ આપી રહ્યું છે. વૃક્ષો પડવાની ઘટનાઓ દૂર કરવાથી લઈને રેસ્ક્યૂ કામગીરી, માળખાકીય નુકસાનની સ્થિતિમાં સલામતી સુનિશ્ચિત કરવી અને ફાયર કોલ પર ત્વરિત કામગીરી જેવા તમામ ક્ષેત્રોમાં વિભાગ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે વરસાદી સ્થિતિમાં નાગરિકોને સમયસર રાહત અને સુરક્ષા મળી રહી છે.