
Una Heavy Rainfall Gujarat: ઉના શહેરમાં આજે મેઘરાજાએ કડાકાભડાકા સાથે ધમાકેદાર બેટિંગ કરી હતી. માત્ર 30 મિનિટમાં અંદાજે 3 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું....

Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ ચાલુ પડી રહ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં રાજ્યમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે અધિકારીઓએ જોખમગ્રસ્ત વિસ્તારોમાંથી 777 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા અને પૂરનાં પાણીમાં ફસાયેલા 60 લોકોને બચાવ્યા હતા.

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે શહેરમાં ભૂવા પડવાની સમસ્યા ફરી સામે આવી છે. સાબરમતી સ્નાનાગાર નજીક મસમોટો ભૂવો પડતાં તંત્રએ સુરક્ષાના ભાગરૂપે લગભગ બે કિલોમીટરનો માર્ગ બંધ કરી ટ્રાફિકને વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કર્યો છે.

અમદાવાદમાં ચોમાસાએ ફરી જોરદાર બેટિંગ કરતાં છેલ્લા 24 કલાક દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. AMCના આંકડા મુજબ ઓગણજમાં સૌથી વધુ 105 મિમી (4.1 ઈંચ) વરસાદ નોંધાયો છે, જ્યારે શહેરનો સરેરાશ વરસાદ 39.15 મિમી રહ્યો છે. ભારે વરસાદને કારણે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં પાણી ભરાવા અને ટ્રાફિકની સમસ્યાઓ પણ જોવા મળી હતી.

Gujarat Rain: ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસવાની જાહેરાત તો થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે.

Gujarat Weather Forecast: રાજ્યમાં હવામાન વિભાગે વિધિવત્ ચોમાસું બેસી ગયા હોવાની જાહેરાત તો કરી દીધી છે. પરંતુ હજુ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો નથી. ત્યારે ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો છવાયા છે. આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે.

Pavagadh Landslide Tragedy: પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આજે વહેલી સવારે એક કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર પરોઢિયે લગભગ પાંચ વાગ્યાના અરસામાં વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. આ દરમિયાન પાટિયા પુલ નજીક અચાનક ભેખડ ધસી પડતાં બે યાત્રિકો પથ્થરો અને કાટમાળ નીચે દબાઈ ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર, પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી...

હવામાન વિભાગના આંકડા મુજબ સવારે 8:30 કલાકે હવામાં ભેજનું પ્રમાણ 68 ટકા હતું, જે સાંજે 5:30 કલાકે ઘટીને 33 ટકા થયું હતું. દિવસ દરમિયાન આકાશમાં આંશિક વાદળછાયું વાતાવરણ અને પવનની હળવી ગતિ જોવા મળી હતી.

Gujarat Weather Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, રાજ્યમાં 60થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં નુકસાનની પણ શક્યતા છે.

વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કપરાડા, ધરમપુર અને પારડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ હાફુસ અને કેસર કેરીના પાકને નુકસાન થવાની શક્યતાને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.