અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વધુ એક ભૂવો, સાબરમતી સ્નાનાગાર પાસે રસ્તો ધસી પડતાં 2 કિમી માર્ગ બંધ



અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વધુ એક ભૂવો, સાબરમતી સ્નાનાગાર પાસે રસ્તો ધસી પડતાં 2 કિમી માર્ગ બંધ



અમદાવાદ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે વધુ એક વખત ભૂવો પડવાની ઘટના સામે આવી છે. શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા સાબરમતી સ્નાનાગાર પાસે અચાનક મસમોટો ભૂવો પડતાં વાહનવ્યવહાર પર અસર પહોંચી છે.
ભૂવો પડ્યા બાદ તંત્રએ તાત્કાલિક સ્થળ પર પહોંચી સુરક્ષાના પગલાં લીધા હતા. અકસ્માતની શક્યતા ટાળવા માટે સાબરમતી પાવર હાઉસથી સાબરમતી BRTS સુધીનો અંદાજે બે કિલોમીટરનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
રસ્તો બંધ થતાં ટ્રાફિકને BRTS રૂટ મારફતે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેના કારણે આ વિસ્તારમાં વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.
વરસાદી માહોલ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ વધતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ સંબંધિત વિભાગ દ્વારા ભૂવાના સમારકામ અને રસ્તાને ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.




