ગુજરાતમાં ક્યારથી પડશે વરસાદ? જાણો અંબાલાલ પટેલની મોટી આગાહી



ગુજરાતમાં ક્યારથી પડશે વરસાદ? જાણો અંબાલાલ પટેલની મોટી આગાહી



Gujarat Weather Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, રાજ્યમાં 60થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં નુકસાનની પણ શક્યતા છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 9 અને 10 જૂન દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ત્યારબાદ 18 જૂનથી વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો જોવા મળશે અને 20 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ગુજરાતમાં 23 જૂનથી 28 જૂન વચ્ચે સારા વરસાદની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ નોંધાઈ શકે છે.
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આહવા-ડાંગ અને નવસારી જિલ્લાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ભારે પવન અને વરસાદને કારણે વીજળીના થાંભલા પડવાની તેમજ અન્ય નુકસાન થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાતે ખાસ કરીને 12 જૂનથી 15 જૂન વચ્ચે સાવચેતી રાખવાની અપીલ કરી છે. આ સમયગાળા દરમિયાન ગાજવીજ, તેજ પવન અને અચાનક હવામાન પરિવર્તનના કારણે લોકોને સચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.




