Get News Alerts

Never miss breaking news updates.

ઉનામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 30 મિનિટમાં 3 ઈંચ વરસાદથી મુખ્ય બજારો જળબંબાકાર

Una Heavy Rainfall Gujarat: ઉના શહેરમાં આજે મેઘરાજાએ કડાકાભડાકા સાથે ધમાકેદાર બેટિંગ કરી હતી. માત્ર 30 મિનિટમાં અંદાજે 3 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું....
R Gajjar
R GajjarUpdated on: 22 Sep 2026 05:27 PM IST
ઉનામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 30 મિનિટમાં 3 ઈંચ વરસાદથી મુખ્ય બજારો જળબંબાકારઉનામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 30 મિનિટમાં 3 ઈંચ વરસાદથી મુખ્ય બજારો જળબંબાકાર

Una Heavy Rainfall Gujarat

Una Heavy Rainfall Gujarat: ઉના શહેરમાં આજે મેઘરાજાએ કડાકાભડાકા સાથે ધમાકેદાર બેટિંગ કરી હતી. માત્ર 30 મિનિટમાં અંદાજે 3 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. ખાસ કરીને મુખ્ય બજારો અને નીચાણવાળા વિસ્તારોમાં કમર સમા પાણી ભરાતાં જનજીવન પર અસર જોવા મળી હતી.

મુખ્ય બજારોમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન

અચાનક વરસેલા ભારે વરસાદના કારણે ઉનાની મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતાં દુકાનદારો અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલકોને પણ પાણીમાંથી પસાર થવામાં ભારે હાલાકી પડી હતી.

ભૂગર્ભ ગટર પાછળ લાખોનો ખર્ચ, છતાં પાણી ભરાવાની સમસ્યા

સ્થાનિક સ્તરે ઉના નગરપાલિકા દ્વારા તાજેતરમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. જોકે, ભારે વરસાદના માત્ર થોડા સમયમાં જ શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે.

થોડા વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા

ઉનામાં થોડો પણ ભારે વરસાદ પડે ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળતી હોવાની ફરિયાદો છે. વારંવાર પાણી ભરાવાથી સ્થાનિક વેપારીઓ તેમજ રહિશોમાં પણ મુશ્કેલી અને નારાજગી જોવા મળી રહી છે. ત્યારે વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે નગરપાલિકા દ્વારા કાયમી અને અસરકારક વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]