Get News Alerts

Never miss breaking news updates.

હવામાન વિભાગની નવી આગાહી, જાણો ક્યારે પડશે વરસાદ

Gujarat Weather Forecast: રાજ્યમાં હવામાન વિભાગે વિધિવત્ ચોમાસું બેસી ગયા હોવાની જાહેરાત તો કરી દીધી છે. પરંતુ હજુ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો નથી. ત્યારે ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો છવાયા છે. આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે.
Admin
AdminUpdated on: 27 Jun 2026 03:18 PM IST
હવામાન વિભાગની નવી આગાહી, જાણો ક્યારે પડશે વરસાદહવામાન વિભાગની નવી આગાહી, જાણો ક્યારે પડશે વરસાદ

Gujarat Weather Forecast: રાજ્યમાં હવામાન વિભાગે વિધિવત્ ચોમાસું બેસી ગયા હોવાની જાહેરાત તો કરી દીધી છે. પરંતુ હજુ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો નથી. ત્યારે ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો છવાયા છે. આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં ચોમાસુ હજી દક્ષિણ ગુજરાતમાં બેઠું છે. ત્યાં પણ તેની ગતિ ધીમી પડી ગઈ છે. આગામી 2 અને 3 જુલાઈએ રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 1 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે.

આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે. ત્યારે રાજ્યમાં ટ્રફ પસાર થતાં વરસાદી માહોલ છવાયેલો રહેશે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.