
Gujarat Board Textbooks Amazon: ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ખાનગી શાળાના વિદ્યાર્થીઓના હિતમાં તેમજ વાલીઓની સરળતા માટે વિદ્યાર્થીલક્ષી પહેલ કરવામાં આવી છે.

UGC-NET: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા UGC-NET જૂન 2026 પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. આન્સર કી કુલ 84 વિષયો માટે બહાર પાડવામાં આવી છે. ઉમેદવારોને આન્સર કીમાં કોઈ જવાબ ખોટો લાગતો હોય તો નિર્ધારિત સમયગાળા દરમિયાન ઓનલાઈન વાંધો નોંધાવવાની તક આપવામાં આવી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા ‘મિશન યુનિફોર્મ’નો આ વર્ષનો પ્રારંભ જામનગરના જિલ્લા વિકાસ અધિકારી (DDO) સુશ્રી નિશાબેનના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં જામનગર અને જૂનાગઢ જિલ્લાની કુલ 63 સરકારી પ્રાથમિક શાળાના આશરે 11 હજાર વિદ્યાર્થીઓને ગણવેશનો લાભ મળ્યો છે.

PM Modi IIT Delhi Convocation 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા હતા. દીક્ષાંત સમારોહને સંબોધિત કરતાં PM મોદીએ યુવા પેઢીને સતત શીખતા રહેવા, પોતાની જિજ્ઞાસા જાળવી રાખવા અને પડકારોને તકમાં બદલવાની સલાહ આપી હતી. દીક્ષાંત સમારોહમાં 587 PhD સંશોધકો સહિત 3,000થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ‘જે શીખશે તે જ જીતશે’...

PM Modi IIT Delhi Convocation: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશની પ્રતિષ્ઠિત IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. IIT દિલ્હીમાંથી પાસ આઉટ થઈ રહેલા વિદ્યાર્થીઓને ગુરુ મંત્ર આપતાં, પીએમ મોદીએ કહ્યું કે કેમ્પસની અંદર અને બહારની દુનિયા અલગ છે. આગામી 20-30 વર્ષોમાં દુનિયા કેવી હશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. તેમણે કહ્યું કે ટેકનોલોજી બદલાશે, દુનિયા બદલાશે, પરંતુ આ...

Gujarat University Category II Graded Autonomy: ગુજરાત યુનિવર્સિટીએ રાજ્યના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાસિલ કરી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા UGC (Categorisation of Universities [Only] for Grant of Graded Autonomy) Regulations, 2018 હેઠળ ગુજરાત યુનિવર્સિટીને Category-II University તરીકે 29 જુલાઈ ૨૦૨૬ના રોજ માન્યતા આપવામાં આવી છે. આ સાથે જ, UGC Category-II Graded Autonomy અને તેના તમામ અનુસંગી...

અમદાવાદ: કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી IndiaAI Mission હેઠળ ગુજરાતને મોટો લાભ મળ્યો છે. રાજ્યમાં 20 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) અને 17 પોલિટેકનિક સહિત કુલ 37 શૈક્ષણિક સંસ્થાઓમાં ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) લેબ્સ સ્થાપવા માટે પસંદગી કરવામાં આવી છે. આ માહિતી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી જિતિન પ્રસાદએ આપી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું...

Anti Paper Leak Law 2026: દેશમાં જાહેર પરીક્ષાઓને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. એન્ટી પેપર લીક કાયદામાં કરાયેલા સુધારાને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે, જેના કારણે હવે પ્રશ્નપત્ર લીક કરનારાઓ સામે વધુ કડક કાર્યવાહી થશે. નવા કાયદા હેઠળ હવે પેપર લીકના કેસોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા રોજિંદી સુનાવણી કરવામાં આવશે અને...

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે GPSCએ ઉમેદવારોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. 1 ઓગસ્ટે યોજાનારી GPSCની 34 કેડરની પરીક્ષા હવે મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષા હવે 9 ઓગસ્ટ, 2026ના રોજ યોજાશે તેવી જાહેરાત ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કરવામાં આવી છે.

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની ચર્ચાસ્પદ 69 હજાર સહાયક શિક્ષક ભરતી મામલે યોગી આદિત્યનાથ સરકારે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સોગંદનામું દાખલ કર્યું છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હાલમાં કાર્યરત કોઈપણ શિક્ષકની નોકરી પર કોઈ અસર નહીં થાય અને કોઈ શિક્ષકને હટાવવામાં નહીં આવે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે વર્ષ 2020માં નિયુક્ત કરાયેલા 67,867 શિક્ષકોની નિમણૂક સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે અને તેમની...

NTA Officials Terminated: દેશભરમાં પેપર લીકના મુદ્દે ઉઠેલા ભારે વિરોધ વચ્ચે કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રાલયે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં મોટું વહીવટી એક્શન લીધું છે. શિક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ NTAના કુલ 47 અધિકારીઓને સેવા પરથી બરતરફ કરવામાં આવ્યા છે. ઉપરાંત કેટલાક અધિકારીઓ સામે કાનૂની અને ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. સરકારનું કહેવું છે કે આ કાર્યવાહી NTAમાં પારદર્શિતા,...

Paper Leak Amendment Bill: દેશભરમાં પેપર લીક મુદ્દે ઉઠેલા ભારે વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે કડક પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પેપર લીક સામે કડક સજાની જોગવાઈ ધરાવતા સુધારા બિલને મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બિલ આગામી 27 જુલાઈએ સંસદમાં રજૂ થઈ શકે છે. પ્રસ્તાવિત બિલ મુજબ, ઓર્ગેનાઇઝ્ડ પેપર લીક જેવા ગંભીર...

આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મોટી સુવિધાની ભેટ આપી છે. શાળા-કોલેજ સુધી પહોંચવામાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત 139 નવી બસો શરૂ કરવામાં આવી છે. આ બસ સેવાથી હજારો વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સમયસર પરિવહનની સુવિધા મળશે.

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન યોજાયેલી NDAની 'મંગળ મિલન' બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીક મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ બેઠકની વિગતો આપતાં જણાવ્યું કે સરકાર આ પ્રકારના ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે.

NEET-UG પેપર લીક મુદ્દે દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે CJP (Cockroach Janata Party)ના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાની મુલાકાત કરી પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, નડ્ડાએ આ મુદ્દે પક્ષના નેતૃત્વ સાથે ચર્ચા કરવાની ખાતરી આપી છે, જ્યારે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.

NEET UG 2026ના પરિણામોમાં પંજાબના લુધિયાણાના વિદ્યાર્થી આર્યન ગુપ્તાએ દેશભરમાં પ્રથમ ક્રમ મેળવી શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. આર્યને 720માંથી 715 ગુણ મેળવી ઓલ ઈન્ડિયા રેન્ક-1 પ્રાપ્ત કરી છે. તેમની આ સફળતાથી પરિવાર ઉપરાંત સમગ્ર પંજાબમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.