69 હજાર શિક્ષક ભરતી કેસમાં યોગી સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું: કોઈ શિક્ષકની નોકરી નહીં જાય

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની ચર્ચાસ્પદ 69 હજાર સહાયક શિક્ષક ભરતી મામલે યોગી આદિત્યનાથ સરકારે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સોગંદનામું દાખલ કર્યું છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હાલમાં કાર્યરત કોઈપણ શિક્ષકની નોકરી પર કોઈ અસર નહીં થાય અને કોઈ શિક્ષકને હટાવવામાં નહીં આવે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે વર્ષ 2020માં નિયુક્ત કરાયેલા 67,867 શિક્ષકોની નિમણૂક સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે અને તેમની...
Rupin Bakraniya
Rupin Bakraniya
69 હજાર શિક્ષક ભરતી કેસમાં યોગી સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું: કોઈ શિક્ષકની નોકરી નહીં જાય69 હજાર શિક્ષક ભરતી કેસમાં યોગી સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું: કોઈ શિક્ષકની નોકરી નહીં જાય

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની ચર્ચાસ્પદ 69 હજાર સહાયક શિક્ષક ભરતી મામલે યોગી આદિત્યનાથ સરકારે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સોગંદનામું દાખલ કર્યું છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હાલમાં કાર્યરત કોઈપણ શિક્ષકની નોકરી પર કોઈ અસર નહીં થાય અને કોઈ શિક્ષકને હટાવવામાં નહીં આવે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે વર્ષ 2020માં નિયુક્ત કરાયેલા 67,867 શિક્ષકોની નિમણૂક સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે અને તેમની સેવા યથાવત રહેશે.

સુધારેલી મેરિટમાં પાત્ર ઉમેદવારોને મળશે તક
યોગી સરકારે વધુમાં જણાવ્યું કે જો હાઈકોર્ટના આદેશ અનુસાર તૈયાર થનારી રિવાઇઝ્ડ મેરિટ લિસ્ટમાં નવા ઉમેદવારો પાત્ર ઠરે તો તેમને ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવશે. એટલે કે હાલના શિક્ષકોને દૂર કર્યા વગર પાત્ર ઉમેદવારોને તક આપવામાં આવશે.

માત્ર આ ભરતી પ્રક્રિયા પૂરતી જ વ્યવસ્થા
સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યું કે આ વ્યવસ્થા માત્ર 69 હજાર સહાયક શિક્ષક ભરતી પ્રક્રિયા માટે જ લાગુ પડશે. ભવિષ્યમાં થનારી અન્ય ભરતી પ્રક્રિયાઓ માટે તેને કોઈ નઝીર (પ્રિસીડન્ટ) તરીકે માનવામાં નહીં આવે.

હજારો શિક્ષકોને મોટી રાહત
સરકારના આ વલણથી વર્ષ 2020માં નિમણૂક પામેલા હજારો શિક્ષકોને મોટી રાહત મળવાની શક્યતા છે. બીજી તરફ, સુધારેલી મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનારા પાત્ર ઉમેદવારો માટે પણ સરકારી નોકરીનો માર્ગ ખુલશે, જો સંબંધિત ખાલી જગ્યાઓ ઉપલબ્ધ હશે.