ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે GPSCની 34 કેડરની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે લેવાશે

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે GPSCએ ઉમેદવારોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. 1 ઓગસ્ટે યોજાનારી GPSCની 34 કેડરની પરીક્ષા હવે મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષા હવે 9 ઓગસ્ટ, 2026ના રોજ યોજાશે તેવી જાહેરાત ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કરવામાં આવી છે.
Rahul Desai
Rahul Desai
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે GPSCની 34 કેડરની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે લેવાશેગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે GPSCની 34 કેડરની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે લેવાશે

ગાંધીનગર: ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે 1 ઓગસ્ટ, 2026ના રોજ યોજાનારી GPSCની 34 કેડરની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

GPSC દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવારો દ્વારા વિવિધ માધ્યમોથી મળેલી રજૂઆતો અને તેમના હિતને ધ્યાનમાં રાખીને પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે આ પરીક્ષા નવી તારીખ મુજબ 9 ઓગસ્ટ, 2026ના રોજ યોજાશે. GPSCએ તમામ ઉમેદવારોને નવી પરીક્ષા તારીખની નોંધ લેવા અપીલ કરી છે.

રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે અનેક વિસ્તારોમાં અસર થવાની શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની સુરક્ષા અને સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.