IIT દિલ્હીમાં વિદ્યાર્થીઓ વચ્ચે PM મોદી, આપ્યો મોટો ‘ગુરુમંત્ર’

PM Modi IIT Delhi Convocation 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા હતા. દીક્ષાંત સમારોહને સંબોધિત કરતાં PM મોદીએ યુવા પેઢીને સતત શીખતા રહેવા, પોતાની જિજ્ઞાસા જાળવી રાખવા અને પડકારોને તકમાં બદલવાની સલાહ આપી હતી. દીક્ષાંત સમારોહમાં 587 PhD સંશોધકો સહિત 3,000થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ‘જે શીખશે તે જ જીતશે’...
Rupin Bakraniya
Rupin Bakraniya
IIT દિલ્હીમાં વિદ્યાર્થીઓ વચ્ચે PM મોદી, આપ્યો મોટો ‘ગુરુમંત્ર’IIT દિલ્હીમાં વિદ્યાર્થીઓ વચ્ચે PM મોદી, આપ્યો મોટો ‘ગુરુમંત્ર’

PM Modi IIT Delhi Convocation 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા હતા. દીક્ષાંત સમારોહને સંબોધિત કરતાં PM મોદીએ યુવા પેઢીને સતત શીખતા રહેવા, પોતાની જિજ્ઞાસા જાળવી રાખવા અને પડકારોને તકમાં બદલવાની સલાહ આપી હતી. દીક્ષાંત સમારોહમાં 587 PhD સંશોધકો સહિત 3,000થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

‘જે શીખશે તે જ જીતશે’
PM મોદીએ કહ્યું કે આજની દુનિયા અને ટેકનોલોજી ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. આગામી 20થી 30 વર્ષમાં દુનિયા કેવી હશે તે કોઈ ચોક્કસ રીતે કહી શકે નહીં. આવી સ્થિતિમાં યુવાનો માટે સૌથી મહત્વની બાબત સતત શીખતા રહેવાની છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાની અંદરની જિજ્ઞાસા હંમેશા જીવંત રાખવા અને નવી વસ્તુઓ શીખવાની ઈચ્છા જાળવી રાખવા અપીલ કરી. PM મોદીએ કહ્યું કે જે લોકો સતત શીખતા રહે છે, તેઓ જ બદલાતી દુનિયામાં આગળ વધે છે.

પડકારોને અવસરમાં બદલવાની સલાહ
PM મોદીએ કહ્યું કે જે લોકો નવી પરિસ્થિતિ અને પડકારો માટે તૈયાર રહે છે, તેઓ પડકારોને જ અવસરમાં બદલી શકે છે. નવા ઉકેલો શોધવાનું સાહસ ધરાવતા લોકો માટે મુશ્કેલીઓ પણ નવી તકો ઊભી કરે છે. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે IIT દિલ્હીમાં તેમણે જે શીખ્યું છે તેનો ઉપયોગ વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલ માટે કરવો જોઈએ.

‘આગામી 30-35 વર્ષમાં તમારા નિર્ણયો દેશને અસર કરશે’
PM મોદીએ કહ્યું કે દરેક પેઢીએ પોતાના સમયના પડકારોનો સામનો કરવો પડે છે અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવી પડે છે. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે તેમના જીવનના આગામી 30થી 35 વર્ષ દરમિયાન તેઓ જે કંઈ કરશે તેની અસર ‘વિકસિત ભારત’ની યાત્રા પર પડશે. તેથી દરેક નિર્ણય લેતી વખતે વિચારવું જોઈએ કે તેનાથી દેશને શું ફાયદો થશે અને દેશની કઈ જરૂરિયાત પૂરી થશે.

ટેકનોલોજી બની રહી છે શક્તિના સંતુલનનો આધાર
PM મોદીએ જણાવ્યું કે દુનિયામાં શક્તિનું સંતુલન સતત બદલાઈ રહ્યું છે અને તેની પાછળ સૌથી મોટી શક્તિ ટેકનોલોજીની ઝડપ છે. તેમણે કહ્યું કે ભારત હવે દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને દેશના યુવાનો માટે નવા-નવા ક્ષેત્રો ઉભરી રહ્યા છે.

AIથી લઈને સેમિકન્ડક્ટર સુધી ભારતની પ્રગતિનો ઉલ્લેખ
PM મોદીએ IIT દિલ્હીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે જોડાયેલી નવી પહેલોનો પણ ઉલ્લેખ કર્યો અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. સેમિકન્ડક્ટર ક્ષેત્રનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે જ્યારે ભારતે આ ક્ષેત્રમાં આગળ વધવા માટે પગલાં ભર્યા ત્યારે કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે ભારત આ કરી શકશે કે નહીં. પરંતુ આજે દેશમાં પ્રથમ સેમિકન્ડક્ટર યુનિટમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે. PM મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભવિષ્યમાં ચિપથી લઈને જહાજ સુધીનું ઉત્પાદન ભારતમાં જ યુવાનોના હાથથી થશે.