ગુજરાત માટે મોટી સિદ્ધિ: IndiaAI મિશન હેઠળ 20 ITI અને 17 પોલિટેકનિકમાં ડેટા અને AI લેબ્સ સ્થાપાશે

અમદાવાદ: કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી IndiaAI Mission હેઠળ ગુજરાતને મોટો લાભ મળ્યો છે. રાજ્યમાં 20 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) અને 17 પોલિટેકનિક સહિત કુલ 37 શૈક્ષણિક સંસ્થાઓમાં ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) લેબ્સ સ્થાપવા માટે પસંદગી કરવામાં આવી છે. આ માહિતી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી જિતિન પ્રસાદએ આપી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

અમદાવાદ: કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી IndiaAI Mission હેઠળ ગુજરાતને મોટો લાભ મળ્યો છે. રાજ્યમાં 20 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) અને 17 પોલિટેકનિક સહિત કુલ 37 શૈક્ષણિક સંસ્થાઓમાં ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) લેબ્સ સ્થાપવા માટે પસંદગી કરવામાં આવી છે.

આ માહિતી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી જિતિન પ્રસાદએ આપી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું કે IndiaAI FutureSkills અંતર્ગત સ્થાપિત થનારી આ લેબ્સમાં વિદ્યાર્થીઓને AI, Data Annotation, Data Curation અને Applied Data Science જેવા આધુનિક વિષયોમાં તાલીમ આપવામાં આવશે. આ પહેલનો હેતુ દેશના યુવાનોને ભવિષ્યની ટેક્નોલોજી માટે તૈયાર કરવાનો છે.

ગુજરાતને બે AI સેન્ટર ઓફ એક્સેલન્સ
કેન્દ્ર સરકારે IndiaAI Startup Financing હેઠળ ગુજરાતમાં બે AI Centres of Excellence (AI-CoEs) પણ ફાળવ્યા છે. આ સેન્ટરો રાજ્યના સ્ટાર્ટઅપ્સ, MSME અને શૈક્ષણિક સંસ્થાઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે સંશોધન અને નવીનતા માટે પ્રોત્સાહન આપશે.

ગુજરાતને 23 AI ફેલોશિપ
રાજ્યને IndiaAI Fellowship હેઠળ કુલ 23 ફેલોશિપ પણ મંજૂર કરવામાં આવી છે. જેમાં 4 અંડરગ્રેજ્યુએટ, 12 પોસ્ટગ્રેજ્યુએટ અને 7 PhD સંશોધન ફેલોશિપનો સમાવેશ થાય છે. આથી રાજ્યમાં AI સંશોધન અને કૌશલ્ય વિકાસને વધુ વેગ મળશે.

AI Compute માટે GPU સબસિડી
વધુમાં જણાવ્યું કે IndiaAI Compute યોજના હેઠળ સંશોધન અને AI વિકાસ માટે હાઈ-એન્ડ GPU સુવિધા સબસિડી સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ગુજરાતની ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) અને AMUL સહિતની સંસ્થાઓને આ સુવિધાનો લાભ આપવામાં આવ્યો છે.

₹10,371 કરોડનું IndiaAI Mission
કેન્દ્ર સરકારે 7 માર્ચ, 2024ના રોજ પાંચ વર્ષ માટે ₹10,371.92 કરોડના બજેટ સાથે IndiaAI Missionને મંજૂરી આપી હતી. આ મિશન IndiaAI Compute, Foundation Models, AIKosh, Application Development Initiative, FutureSkills, Startup Financing અને Safe & Trusted AI જેવા સાત મુખ્ય સ્તંભો પર આધારિત છે. સરકારનું માનવું છે કે આ પહેલ ભારતને વૈશ્વિક AI ક્ષેત્રમાં અગ્રેસર બનાવવા સાથે યુવાનો માટે રોજગાર અને નવી તકો ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.