
Banaskantha Tripal Accident: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બનાસ નદીના પુલ પર ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આર્મીની ગાડી, ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતાં ચાર આર્મી જવાનો ઈજાગ્રસ્ત થયા હતા.

Banaskantha Road Accident: બ્રેક ફેલ થતાં મુસાફરોથી ભરેલું પીકઅપ ડાલું અચાનક પલટી જતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે 12થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

CNG Price Hike: ગુજરાતમાં CNGના ભાવમાં ફરી એકવાર વધારો થતાં વાહનચાલકો પર મોંઘવારીનો બોજ વધ્યો છે. બનાસકાંઠા વિસ્તારમાં IRM કંપની દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા 4નો વધારો કરવામાં આવ્યો.

Banaskantha: ડીસા સ્થિત સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ ખાતે દરોડા પાડીને પરવાના વિના સંગ્રહ કરવામાં આવેલું 188 લિટર શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા ઘીની કિંમત રૂપિયા 1,22,000 છે.

Banaskantha : બનાસકાંઠા જિલ્લાના થરા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ શાનદાર પ્રદર્શન કરતાં નગરપાલિકા પર ફરી એકવાર પોતાનો કબજો જમાવ્યો છે.

Banaskantha : બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી કર્મચારીઓની મુશ્કેલીઓ અને પડતર માગણીઓને લઈને અસંતોષ વધી રહ્યો છે.

Banaskantha News : બનાસકાંઠા જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

Ambaji Bhadarvi Poonam: પાવન ભાદરવી પૂનમના અવસરે આજે અંબાજી ધામમાં આસ્થા અને ભક્તિનો અદભુત માહોલ જોવા મળ્યો હતો. દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો માં અંબાના દર્શન માટે અંબાજી પહોંચ્યા...

Ambaji Temple Gold Necklace Donation: અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી મહામેળાની પૂર્ણાહુતિના દિવસે માં અંબાના ચરણોમાં ભક્ત દ્વારા સોનાનો નવલખો હાર અર્પણ કરવામાં આવ્યો છે. ભાદરવી પૂનમના પવિત્ર દિવસે એક...

Ambaji Bhadarvi Poonam 2026: આજે ભાદરવી પૂનમના પાવન દિવસે શક્તિપીઠ અંબાજીમાં વહેલી સવારથી જ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા. સમગ્ર મંદિર પરિસર...

Desert Zoological Park: ડીસા ખાતે પ્રસ્તાવિત એશિયાનું પ્રથમ ‘ડેઝર્ટ-થીમ આધારિત ઝૂઓલોજિકલ પાર્ક અને ડ્રાઇવ થ્રુ નાઇટ સફારી’ હવે આકાર લેવાની દિશામાં આગળ વધ્યું છે. ગુજરાત વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવનારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA) તરફથી મંજૂરી મળી છે. જૂના ડીસા ખાતે આશરે 103 હેક્ટર વિસ્તારમાં રૂ. 542.14 કરોડના અંદાજિત ખર્ચે આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે.

બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદ અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.

થરાદ: ગુજરાત સરકારે નાગરિકોની સુવિધાને પ્રાથમિકતા આપતા વાહન વ્યવહાર ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાને હવે પોતાની અલગ RTO ઓળખ 'GJ-40' મળી છે. રાજ્ય સરકાર દ્વારા 22 જુલાઈ, 2026થી થરાદ ખાતે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (Assistant Regional Transport Office - GJ-40) કાર્યરત કરવામાં આવી છે. નવી RTO કચેરી શરૂ થતાં હવે દિયોદર, લાખણી, થરાદ,...