વાવ-થરાદને મળી નવી ઓળખ: GJ-40 RTO કચેરી શરૂ, હવે તમામ વાહન અને લાયસન્સ સેવાઓ મળશે સ્થાનિક સ્તરે

થરાદ: ગુજરાત સરકારે નાગરિકોની સુવિધાને પ્રાથમિકતા આપતા વાહન વ્યવહાર ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાને હવે પોતાની અલગ RTO ઓળખ 'GJ-40' મળી છે. રાજ્ય સરકાર દ્વારા 22 જુલાઈ, 2026થી થરાદ ખાતે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (Assistant Regional Transport Office - GJ-40) કાર્યરત કરવામાં આવી છે. નવી RTO કચેરી શરૂ થતાં હવે દિયોદર, લાખણી, થરાદ,...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

થરાદ: ગુજરાત સરકારે નાગરિકોની સુવિધાને પ્રાથમિકતા આપતા વાહન વ્યવહાર ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાને હવે પોતાની અલગ RTO ઓળખ 'GJ-40' મળી છે. રાજ્ય સરકાર દ્વારા 22 જુલાઈ, 2026થી થરાદ ખાતે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (Assistant Regional Transport Office - GJ-40) કાર્યરત કરવામાં આવી છે.

નવી RTO કચેરી શરૂ થતાં હવે દિયોદર, લાખણી, થરાદ, રાહ, વાવ, ધરણીધર, સુઇગામ અને ભાભર તાલુકાના નાગરિકોને વાહન અને ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત કામ માટે અન્ય જિલ્લામાં જવાની જરૂર રહેશે નહીં. તમામ સેવાઓ હવે સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ બનશે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં બચત થશે. થરાદ-સાંચોર હાઇવે પર આવેલા મુ. બુઢનપુર ખાતે નવી કચેરી શરૂ કરવામાં આવી છે. અહીં વાહન વ્યવહાર વિભાગની વિવિધ સેવાઓ સરળ, ઝડપી અને પારદર્શક રીતે પૂરી પાડવામાં આવશે.

નવી RTO કચેરીમાં મળતી મુખ્ય સેવાઓ

  • નવા વાહનની નોંધણી (Vehicle Registration)
  • વાહનની માલિકી ફેરફાર (Ownership Transfer)
  • સરનામું સુધારવું (Address Change)
  • હાઇપોથેકેશન ઉમેરવું અથવા દૂર કરવું
  • વાહન વેરો ભરપાઈ
  • ફેન્સી નંબર માટે અરજી
  • લર્નિંગ લાયસન્સ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • કંડક્ટર લાયસન્સ
  • ઇ-ચલણ સંબંધિત સેવાઓ

ગુજરાત સરકારના આ નિર્ણયથી વાવ-થરાદ જિલ્લાના હજારો વાહનચાલકોને મોટી રાહત મળશે. સ્થાનિક સ્તરે જ તમામ સેવાઓ ઉપલબ્ધ થતાં સરકારી પ્રક્રિયાઓ વધુ સરળ બનશે અને વાહન વ્યવહાર વિભાગની કામગીરીમાં પારદર્શિતા તેમજ કાર્યક્ષમતામાં વધારો થશે.