Get News Alerts

Never miss breaking news updates.

Banaskantha : થરા નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત, ફરી સત્તા પર કબજો મેળવ્યો

Banaskantha : બનાસકાંઠા જિલ્લાના થરા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ શાનદાર પ્રદર્શન કરતાં નગરપાલિકા પર ફરી એકવાર પોતાનો કબજો જમાવ્યો છે.
Kunjan ShuklaUpdated on: 13 Oct 2026 11:37 AM IST
Banaskantha : થરા નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત, ફરી સત્તા પર કબજો મેળવ્યોBanaskantha : થરા નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત, ફરી સત્તા પર કબજો મેળવ્યો

Banaskantha

Banaskantha : બનાસકાંઠા જિલ્લાના થરા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ શાનદાર પ્રદર્શન કરતાં નગરપાલિકા પર ફરી એકવાર પોતાનો કબજો જમાવ્યો છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં ભાજપે જોરદાર સરસાઈ મેળવી છે, જેના પગલે નગરપાલિકામાં ભાજપની જીત લગભગ નિશ્ચિત બની છે.

ભાજપના ઉમેદવારોએ જીત મેળવીને પક્ષનું વર્ચસ્વ સાબિત કર્યું

થરા નગરપાલિકાના વોર્ડ નંબર 1થી 3ના પરિણામોમાં ભાજપે કોંગ્રેસને પાછળ છોડીને બાજી મારી છે. વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 3ની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવીને પક્ષનું વર્ચસ્વ સાબિત કર્યું છે. જ્યારે વોર્ડ નંબર 2માં પણ ભાજપે સારો દેખાવ કર્યો છે. આ વોર્ડમાં ભાજપના ત્રણ ઉમેદવારો વિજયી બન્યા છે, જ્યારે કોંગ્રેસને માત્ર એક બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.

આમ આદમી પાર્ટીનું ખાતું પણ ના ખૂલ્યું

અત્યાર સુધીના ચૂંટણી પરિણામો અનુસાર ભાજપના કુલ 11 ઉમેદવારો વિજયી બન્યા છે, જ્યારે કોંગ્રેસના એક ઉમેદવારને જીત મળી છે. કુલ 24 બેઠકો ધરાવતી થરા નગરપાલિકામાં અત્યાર સુધીના ઉપલબ્ધ આંકડા મુજબ ભાજપને 15 બેઠકો ફાળે ગઈ છે, જ્યારે કોંગ્રેસને એક બેઠક મળી છે. આમ આદમી પાર્ટી (આપ)નું ખાતું પણ ખૂલ્યું નથી.

ભાજપના આ પ્રદર્શનથી કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વોર્ડ સ્તરે મળેલી જીતે પક્ષની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે. બીજી તરફ, કોંગ્રેસ માટે આ પરિણામો મોટો ઝટકો માનવામાં આવી રહ્યા છે. થરા નગરપાલિકામાં ભાજપે ફરી સત્તા પર કબજો જમાવતાં રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે. જોકે, કુલ 24 બેઠકોના અંતિમ પરિણામો અને તમામ બેઠકોની સત્તાવાર પુષ્ટિ બાદ જ ચૂંટણીની સંપૂર્ણ સ્થિતિ સ્પષ્ટ થશે. આમ, થરા નગરપાલિકામાં ભાજપની જીત સાથે નગરપાલિકા પર ફરી ભગવો લહેરાયો છે.

આ પણ વાંચો : Gujarat Latest News Live : ગાંધીનગર મનપાના વોર્ડ નં 3-5-7-9માં ભાજપની પેનલની જીત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.