Get News Alerts

Never miss breaking news updates.

Banaskantha: ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, રૂપિયા 1.22 લાખનું 188 લિટર શંકાસ્પદ ઘી જપ્ત

Banaskantha: ડીસા સ્થિત સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ ખાતે દરોડા પાડીને પરવાના વિના સંગ્રહ કરવામાં આવેલું 188 લિટર શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા ઘીની કિંમત રૂપિયા 1,22,000 છે.
Kunjan ShuklaUpdated on: 19 Oct 2026 08:23 PM IST
Banaskantha: ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, રૂપિયા 1.22 લાખનું 188 લિટર શંકાસ્પદ ઘી જપ્તBanaskantha: ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, રૂપિયા 1.22 લાખનું 188 લિટર શંકાસ્પદ ઘી જપ્ત

Banaskantha

Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરી એકવાર કાર્યવાહી કરીને શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. ડીસા સ્થિત સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ ખાતે દરોડા પાડીને પરવાના વિના સંગ્રહ કરવામાં આવેલું 188 લિટર શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા ઘીની કિંમત આશરે રૂપિયા 1,22,000 હોવાનું જાણવા મળ્યું છે.

લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળની જાણ થશે

મળતી માહિતી મુજબ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ ખાતે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન 'હેલ્થ પ્રીમિયર પ્યોર' નામના લેબલવાળા 500 મિલીલીટરના પેકમાં ભરેલું કુલ 188 લિટર શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. જરૂરી પરવાના વિના ઘીનો જથ્થો સંગ્રહવામાં આવ્યો હોવાની વિગતો સામે આવતા વિભાગે ઘીનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. જપ્ત કરાયેલા ઘીની ગુણવત્તા અને શુદ્ધતા અંગે શંકા જતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘીના નમૂના લીધા હતા. આ નમૂનાઓને તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. હવે લેબોરેટરીના રિપોર્ટ બાદ ઘીમાં ભેળસેળ છે કે નહીં અને તે માનવ આરોગ્ય માટે કેટલું સુરક્ષિત છે તે અંગે સ્પષ્ટતા થશે.

ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કિસ્સાઓ સામે આવતા લોકોના આરોગ્યને લઈને ચિંતા વધી રહી છે. ખાસ કરીને ઘી જેવા રોજિંદા વપરાશના ખાદ્ય પદાર્થોની શુદ્ધતા જાળવવી અત્યંત જરૂરી છે. આવા સંજોગોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ડીસામાં શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવતાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. જોકે, જપ્ત કરાયેલા ઘીમાં ભેળસેળ હોવાની સત્તાવાર પુષ્ટિ લેબોરેટરીના રિપોર્ટ બાદ જ થઈ શકશે. હાલમાં વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. લેબોરેટરીના પરિણામ અને તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Pavagadh ખાતે રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન, લકુલીશ યોગ યુનિવર્સિટીના ડૉ. દિવ્યાંશ જૈન 'શાશ્વત અતિથિ' તરીકે રહ્યા હાજર

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.