Ambaji Bhadarvi Poonamની મંગળા આરતીમાં ભક્તોનો મહાસાગર, 51 શક્તિપીઠ સર્કલ સુધી લાગી લાંબી કતારો



Ambaji Bhadarvi Poonam 2026
Ambaji Bhadarvi Poonamની મંગળા આરતીમાં ભક્તોનો મહાસાગર, 51 શક્તિપીઠ સર્કલ સુધી લાગી લાંબી કતારો



Ambaji Bhadarvi Poonam 2026
Ambaji Bhadarvi Poonam 2026: આજે ભાદરવી પૂનમના પાવન દિવસે શક્તિપીઠ અંબાજીમાં વહેલી સવારથી જ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તોથી ઉભરાઈ ગયું હતું.

ભાદરવી પૂનમના અવસરે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. મંદિર પરિસરનો નજારો પણ ભક્તોને આકર્ષી રહ્યો છે. વહેલી સવારથી જ મા અંબાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. અંબાજી મંદિરમાં ભક્તોની કતારો 51 શક્તિપીઠ સર્કલ સુધી પહોંચી હતી. મંદિર પરિસર સહિત આસપાસના વિસ્તારોમાં પણ માઈભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. 'જય અંબે'ના જયઘોષથી સમગ્ર અંબાજી ભક્તિમય બની ગયું હતું.

ભાદરવી પૂનમ મહામેળામાં અત્યાર સુધીમાં છ દિવસમાં 38 લાખ 23 હજાર 469થી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. છઠ્ઠા દિવસે જ 3 લાખ 72 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. મેળાના અંતિમ તબક્કામાં પણ અંબાજીમાં ભક્તોનો પ્રવાહ યથાવત્ જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશમાંથી આવેલા માઈભક્તો મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. અંબાજીનું સમગ્ર વાતાવરણ ભક્તિ અને આસ્થાના રંગે રંગાયું છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





