Get News Alerts

Never miss breaking news updates.

Ambaji મંદિરમાં ભાદરવી પૂનમે ભક્તની ભેટ, માં અંબાને સોનાનો નવલખો હાર અર્પણ

Ambaji Temple Gold Necklace Donation: અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી મહામેળાની પૂર્ણાહુતિના દિવસે માં અંબાના ચરણોમાં ભક્ત દ્વારા સોનાનો નવલખો હાર અર્પણ કરવામાં આવ્યો છે. ભાદરવી પૂનમના પવિત્ર દિવસે એક...
R Gajjar
R GajjarUpdated on: 26 Sep 2026 03:49 PM IST
Ambaji મંદિરમાં ભાદરવી પૂનમે ભક્તની ભેટ, માં અંબાને સોનાનો નવલખો હાર અર્પણAmbaji મંદિરમાં ભાદરવી પૂનમે ભક્તની ભેટ, માં અંબાને સોનાનો નવલખો હાર અર્પણ

Ambaji Temple Gold Necklace Donation

Ambaji Temple Gold Necklace Donation: અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી મહામેળાની પૂર્ણાહુતિના દિવસે માં અંબાના ચરણોમાં ભક્ત દ્વારા સોનાનો નવલખો હાર અર્પણ કરવામાં આવ્યો છે. ભાદરવી પૂનમના પવિત્ર દિવસે એક ભક્તે અંબાજી મંદિરમાં આવીને ગુપ્તદાન કર્યું હતું. ભક્તે પોતાની ઓળખ ગુપ્ત રાખી હતી. ભક્ત દ્વારા અર્પણ કરવામાં આવેલા સોનાના હારનું વજન 16.500 ગ્રામ હોવાનું સામે આવ્યું છે. આ હારની અંદાજિત કિંમત રૂ.2.27 લાખ હોવાનું જણાવાયું છે.

અંબાજી મંદિરમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શન કરવા માટે આવે છે. ભક્તો પોતાની શ્રદ્ધા અને આસ્થા અનુસાર મંદિરમાં દાન અને ભેટ અર્પણ કરતા હોય છે. ત્યારે ભાદરવી પૂનમના દિવસે ભક્તે પોતાની ઓળખ જાહેર કર્યા વિના સોનાનો હાર અર્પણ કરીને માં અંબા પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આજે અંબાજીમાં ભાદરવી મહામેળાની પૂર્ણાહુતિ થઈ રહી છે. મહામેળા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]