
Rajkot 204 Kg Ganja Case: રાજકોટ શહેરની ભાગોળે બામણબોર ચેકપોસ્ટ નજીકથી ગત મહિને ઝડપાયેલા 204 કિલો ગાંજાના કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વધુ બે આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ...

Rajkot: રાજકોટના માલવિયાનગર વિસ્તારમાં વૃદ્ધાની સેવા અને સારસંભાળ માટે રાખવામાં આવેલી કેરટેકર મહિલાએ જ વિશ્વાસઘાત કરીને લાખોની ચોરી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. માલવિયાનગર પોલીસ અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી આરોપી મહિલાને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધી છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કોઠારિયા સોલ્વન્ટ નજીક મોટી કાર્યવાહી હાથ ધરીને શંકાસ્પદ રીતે લઈ જવાતો વિસ્ફોટક સામાનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક શખ્સને વિસ્ફોટક સામગ્રી સાથે ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

રાજકોટમાં પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી રૂ.19 લાખની લૂંટના ચકચારી બનાવમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરીને બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રમઝાન અલી અને પ્રવીણ ઉર્ફે ખાજિયો નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે લૂંટને અંજામ આપનારા મુખ્ય આરોપી તરીકે સામે આવેલા આસુ અને ઇલુ હાલ પોલીસ પકડથી દૂર છે.

રાજકોટ: રાજકોટ-ગોંડલ હાઈવે પર કોઠારિયા સોલ્વન્ટ નજીક શિવ હોટલ સામેથી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા બોલેરો પીકઅપમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો હોવાનો આરોપ ધરાવતો વિસ્ફોટક સામાનનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

રાજકોટ: રાજકોટ શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ (PCB)ને વિદેશી દારૂની હેરાફેરીના કાળા કારોબાર સામે મોટી સફળતા મળી છે. વર્ષોથી ગુજરાતમાં વિદેશી દારૂનું નેટવર્ક ચલાવતા અને સાત ગુનાઓમાં વોન્ટેડ બૂટલેગર યાકૂબ મૂસા મોટાણીને પોલીસે ઝડપી પાડ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે રાજ્યભરમાં દારૂની હેરાફેરી સંબંધિત 65થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી છેલ્લા...

રાજકોટ: રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે આધુનિક ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને વાહનચોરી કરતી એક શાતિર હાઇટેક ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતના વિવિધ શહેરોમાં માત્ર પાંચ મિનિટમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કાર ચોરી કરી ફરાર થઈ જતાં બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરાયેલી ત્રણ કાર સહિત કુલ ₹11.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે મુકેશકુમાર મેઘવાલ અને સલામ...

Rajkot Liquor Syndicate GUJCTOC: રાજકોટ શહેરમાં ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બહારના રાજ્યોમાંથી દારૂ મંગાવી ગુજરાતમાં તેની હેરાફેરી કરતી એક સંગઠિત સિન્ડિકેટ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ગેંગના મુખ્ય સૂત્રધાર ફિરોઝ ઉર્ફે ફિરિયો આસામભાઈ મેણુ સહિત કુલ 20 આરોપીઓ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GUJCTOC) હેઠળ ગુનો નોંધ્યો છે....

Rajkot Crime News: રાજકોટ શહેરના વિમલનગર વિસ્તારમાં ગઈકાલે ગંભીર હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે આજે આરોપી વિવેક ગોસ્વામીની ધરપકડ કરી છે.

Rajkot Crime News: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે સ્ક્રેચ કાર્ડના નામે ચાલતા ચિટિંગ રેકેટનો ભાંડાફોડ કરી મોટી સફળતા મેળવી છે. પોલીસે એક એવી ગેંગને ઝડપી પાડી છે, જે ઈકો કારમાં ફરીને ખેડૂતોને ટાર્ગેટ કરીને ઠગાઈ આચરતી હતી.

Rajkot Crime Branch: રાજકોટના રૈયા રોડ ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલા શિવાલિક એપાર્ટમેન્ટમાં મહિલાની હત્યા નીપજાવવામાં આવી હતી. ત્યારે આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને 19 વર્ષ જૂના મર્ડર કેસમાં મોટી સફળતા મળી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2007માં થયેલી હત્યાના કેસમાં લાંબા સમયથી ફરાર ફરતા આરોપીને નવી મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.