Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટના વિમલનગરમાં પત્નીના નાનાની હત્યા કરનારા આરોપીની ધરપકડ

Rajkot Crime News: રાજકોટ શહેરના વિમલનગર વિસ્તારમાં ગઈકાલે ગંભીર હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે આજે આરોપી વિવેક ગોસ્વામીની ધરપકડ કરી છે.
Admin
AdminUpdated on: 15 Jun 2026 10:26 PM IST
રાજકોટના વિમલનગરમાં પત્નીના નાનાની હત્યા કરનારા આરોપીની ધરપકડરાજકોટના વિમલનગરમાં પત્નીના નાનાની હત્યા કરનારા આરોપીની ધરપકડ

Rajkot Crime News: રાજકોટ શહેરના વિમલનગર વિસ્તારમાં ગઈકાલે ગંભીર હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે આજે આરોપી વિવેક ગોસ્વામીની ધરપકડ કરી છે. 

મળતી માહિતી પ્રમાણે, દિયા નામની યુવતી સાથે 2 વર્ષ પહેલા સંપર્કમાં આવ્યા બાદ વિવેકે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ દિયાની માતા અને મૃતક પ્રવીણભાઈ દિયાને મનાવીને પાછા લાવ્યા હતા. આરોપી વિવેક દિયાને મળવા તેના નાનાના ઘરે પહોંચ્યો હતો, જ્યાં બોલાચાલી ઉગ્ર થતા મામલો હત્યામાં પરિણમ્યો હતો. આરોપી વિવેકે છરીના ઘા ઝીંકી પ્રવિણભાઈની કરૂણ હત્યા નીપજાવી હતી.

આરોપી વિવેક ગોસ્વામી મૂળ વેરાવળનો રહેવાસી છે. મોડી રાત્રે પત્નીના ઘરે પહોંચ્યો હતો અને છરીના ઘા મારી પ્રવીણભાઈ શાહની હત્યા કરી નાંખી હતી. આ ઘટનામાં પ્રવીણભાઈની પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.

પ્રાથમિક માહિતી અનુસાર, પતિ–પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. પત્ની વિવેક સાથે જવાની ના પાડતા તે ધાક–ધમકી આપતો હોવાનું પણ સામે આવ્યું છે. અગાઉ પરિવાર દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં રક્ષણ માટે અરજી પણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.