Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં દારૂ સિન્ડિકેટનો પર્દાફાશ: 20 આરોપીઓ સામે GUJCTOC હેઠળ કાર્યવાહી, 272 ગુનાઓનો રેકોર્ડ

Rajkot Liquor Syndicate GUJCTOC: રાજકોટ શહેરમાં ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બહારના રાજ્યોમાંથી દારૂ મંગાવી ગુજરાતમાં તેની હેરાફેરી કરતી એક સંગઠિત સિન્ડિકેટ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ગેંગના મુખ્ય સૂત્રધાર ફિરોઝ ઉર્ફે ફિરિયો આસામભાઈ મેણુ સહિત કુલ 20 આરોપીઓ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GUJCTOC) હેઠળ ગુનો નોંધ્યો છે....
R Gajjar
R GajjarUpdated on: 03 Jul 2026 06:46 PM IST
રાજકોટમાં દારૂ સિન્ડિકેટનો પર્દાફાશ: 20 આરોપીઓ સામે GUJCTOC હેઠળ કાર્યવાહી, 272 ગુનાઓનો રેકોર્ડરાજકોટમાં દારૂ સિન્ડિકેટનો પર્દાફાશ: 20 આરોપીઓ સામે GUJCTOC હેઠળ કાર્યવાહી, 272 ગુનાઓનો રેકોર્ડ

Rajkot Liquor Syndicate GUJCTOC:  રાજકોટ શહેરમાં ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બહારના રાજ્યોમાંથી દારૂ મંગાવી ગુજરાતમાં તેની હેરાફેરી કરતી એક સંગઠિત સિન્ડિકેટ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ગેંગના મુખ્ય સૂત્રધાર ફિરોઝ ઉર્ફે ફિરિયો આસામભાઈ મેણુ સહિત કુલ 20 આરોપીઓ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GUJCTOC) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ લાંબા સમયથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વિતરણના રેકેટમાં સંકળાયેલી હતી. ગેંગના સભ્યો દ્વારા રાજ્ય બહારથી દારૂ મંગાવી રાજકોટ સહિત વિવિધ વિસ્તારોમાં તેનું સપ્લાય કરવામાં આવતું હતું.

10 વર્ષમાં 272 ગુનાઓનો ચોંકાવનારો ઇતિહાસ
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા આરોપીઓ સામે છેલ્લા 10 વર્ષ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 272 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓ સામે માત્ર દારૂના જ નહીં પરંતુ હત્યાના પ્રયાસ, રાયોટિંગ, મારામારી, ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને સંગઠિત ગુનાખોરી જેવા ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે. પોલીસના મતે, આ ગેંગ સતત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલી રહી હોવાથી તેમની સામે GUJCTOC જેવી કડક જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

10 આરોપીઓ કસ્ટડીમાં, 4 ફરાર
કુલ 20 આરોપીઓમાંથી 10 આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. જ્યારે 6 આરોપીઓ અન્ય જેલોમાં સજા ભોગવી રહ્યા છે અથવા ન્યાયિક કસ્ટડીમાં છે. બાકીના 4 આરોપીઓની શોધખોળ માટે ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. પોલીસને આશા છે કે ટૂંક સમયમાં ફરાર આરોપીઓને પણ ઝડપી લેવામાં આવશે અને સમગ્ર નેટવર્કના અન્ય સભ્યો અંગે વધુ માહિતી બહાર આવશે.

એક વર્ષમાં 9 ગેંગ સામે GUJCTOC કાર્યવાહી
રાજકોટ પોલીસ સંગઠિત ગુનાખોરી સામે સતત કડક વલણ અપનાવી રહી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન રાજકોટમાં કુલ 9 અલગ-અલગ ગેંગ સામે GUJCTOC હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 113 આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચનું માનવું છે કે આવી કડક કાર્યવાહીથી શહેરમાં સંગઠિત ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ લાવવામાં સફળતા મળી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com