રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, સ્ક્રેચ કાર્ડ ચિટિંગ રેકેટનો પર્દાફાશ; 5 આરોપી ઝડપાયા



રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, સ્ક્રેચ કાર્ડ ચિટિંગ રેકેટનો પર્દાફાશ; 5 આરોપી ઝડપાયા



Rajkot Crime News: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે સ્ક્રેચ કાર્ડના નામે ચાલતા ચિટિંગ રેકેટનો ભાંડાફોડ કરી મોટી સફળતા મેળવી છે. પોલીસે એક એવી ગેંગને ઝડપી પાડી છે, જે ઈકો કારમાં ફરીને ખેડૂતોને ટાર્ગેટ કરીને ઠગાઈ આચરતી હતી.
મળતી માહિતી અનુસાર, આ ગેંગ ખાસ કરીને મોટી ઉંમરના અને અભણ ખેડૂતોને નિશાન બનાવતી હતી. આરોપીઓ લોભામણી સ્કિમ બતાવીને લોકોને સ્ક્રેચ કાર્ડ ખરીદાવતાં અને મોટું ઇનામ લાગશે તેવી લાલચ આપતા હતા.
પરંતુ વાસ્તવમાં ખેડૂતો પાસેથી 15થી 20 હજાર રૂપિયા વસૂલ્યા બાદ માત્ર 1500 રૂપિયા સુધીના નાના ઇનામ આપીને ઠગાઈ કરવામાં આવતી હતી. અનેક ખેડૂતો આ લાલચમાં ફસાઈને મહેનતની કમાણી ગુમાવી બેઠા હતા.
ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં રમેશ ચાવડીયા, રૂપાભાઈ ચાવડીયા, હિતેશ ચાવડીયા, હિન્દુભાઈ વરુ અને ગોવિંદ ચાવડીયા સામેલ છે.
પોલીસ અધિકારીઓએ લોકોને આવી લોભામણી અને શંકાસ્પદ સ્કીમોથી દૂર રહેવાની અપીલ કરી છે. DCP દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું છે કે, આવા ફ્રોડથી સાવચેત રહેવું જરૂરી છે, નહીં તો લોકો મોટી આર્થિક ઠગાઈનો ભોગ બની શકે છે.




