રાજકોટ-ગોંડલ હાઈવે પર વિસ્ફોટક સામાનનો મોટો જથ્થો ઝડપાયો, 12 હજાર જિલેટિન સ્ટિક સહિત મુદ્દામાલ કબજે

રાજકોટ: રાજકોટ-ગોંડલ હાઈવે પર કોઠારિયા સોલ્વન્ટ નજીક શિવ હોટલ સામેથી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા બોલેરો પીકઅપમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો હોવાનો આરોપ ધરાવતો વિસ્ફોટક સામાનનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
Rahul Desai
Rahul Desai
રાજકોટ-ગોંડલ હાઈવે પર વિસ્ફોટક સામાનનો મોટો જથ્થો ઝડપાયો, 12 હજાર જિલેટિન સ્ટિક સહિત મુદ્દામાલ કબજેરાજકોટ-ગોંડલ હાઈવે પર વિસ્ફોટક સામાનનો મોટો જથ્થો ઝડપાયો, 12 હજાર જિલેટિન સ્ટિક સહિત મુદ્દામાલ કબજે

રાજકોટ: રાજકોટ-ગોંડલ હાઈવે પર કોઠારિયા સોલ્વન્ટ નજીક શિવ હોટલ સામેથી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા બોલેરો પીકઅપમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો હોવાનો આરોપ ધરાવતો વિસ્ફોટક સામાનનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસે વાહનની તપાસ દરમિયાન 12,000 જિલેટિન સ્ટિક, 4,000 એક્સપ્લોઝિવ ડીટોનેટર અને 30 બંડલ બ્લાસ્ટિંગ કેબલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું સામે આવ્યું છે.

દોલાભાઈ મીભરવાડની અટકાયત:

આ મામલે પોલીસે દોલાભાઈ મીભરવાડ નામના શખ્સની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા વિસ્ફોટક સામાન અંગે વધુ વિગતો મેળવવા માટે પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

મીતુલ અને હિરેનની ભૂમિકા અંગે તપાસ:

પોલીસની પ્રાથમિક તપાસમાં વિસ્ફોટક સામાનનો જથ્થો મીતુલ નામના શખ્સે પૂરો પાડ્યો હોવાનું અને હિરા ઉર્ફે હિરેન અલગોતર દ્વારા આ જથ્થો મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

હાલ પોલીસે બંને શખ્સોની શોધખોળ શરૂ કરી છે. વિસ્ફોટક સામાન ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના માટે લઈ જવાતો હતો અને તેનો ઉપયોગ ક્યાં કરવાનો હતો તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહી બાદ સમગ્ર મામલો ગંભીર બન્યો છે. પોલીસે ઝડપાયેલા મુદ્દામાલ અને આરોપીની પૂછપરછના આધારે કેસની તપાસ આગળ ધપાવી છે. તપાસ પૂર્ણ થયા બાદ વિસ્ફોટક સામાનની હેરફેર પાછળના સમગ્ર નેટવર્ક અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.