રાજકોટમાં મહિલાની હત્યા કરનારા આરોપી પતિની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા



રાજકોટમાં મહિલાની હત્યા કરનારા આરોપી પતિની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા



Rajkot Crime Branch: રાજકોટના રૈયા રોડ ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલા શિવાલિક એપાર્ટમેન્ટમાં મહિલાની હત્યા નીપજાવવામાં આવી હતી. ત્યારે આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયા જણાવે છે કે, ગઈકાલે 29 મે, 2026ના શિવાલિક એપાર્ટમેન્ટમાં મહિલાની હત્યા નીપજાવવામાં આવી હતી. જેમાં મૃતકના પતિ અલ્તાફ લાલાણી દ્વારા હથોડીના ઘા ઝીંકવામાં આવ્યા હતા અને તેને કારણે મહિલાનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી.
તેઓ વધુમાં જણાવે છે કે, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા આરોપીને વંથલી ટોલનાકા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ આરોપીને યુનિવર્સિટી પોલીસને સોંપી દેવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.
તેઓ કહે છે કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી પતિને પત્ની પર શંકા હતી કે, તેના કોઈ અન્ય વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ છે. તેને કારણે બંને વચ્ચે અવારનવાર ઘરકંકાસ થતા હતા અને તે વખતે આવેશમાં આવીને તેણે હથોડીના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત આપી છે.




