19 વર્ષથી ફરાર મર્ડર કેસનો આરોપી ઝડપાયો, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી



19 વર્ષથી ફરાર મર્ડર કેસનો આરોપી ઝડપાયો, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી



રાજકોટ: શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2007માં નોંધાયેલા હત્યા કેસમાં છેલ્લા 19 વર્ષથી ફરાર ફરતા આરોપીને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપીની ઓળખ કિશન ખોજીરામ ચૌધરી તરીકે થઈ છે.
માહિતી અનુસાર, હત્યા બાદ આરોપી નેપાળ ભાગી ગયો હોવાનો પ્રાથમિક અંદાજ છે. ત્યારબાદ તે નવી મુંબઈમાં સ્થાયી થયો હતો. ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળતા ટીમે નવી મુંબઈ ખાતે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો.
આ કેસમાં ચાર આરોપીઓએ મળીને એક વ્યક્તિનું અપહરણ કરી તેની હત્યા નિપજાવી હતી. ઘટનાના બાદથી આરોપી સતત ફરાર હતો. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, કેસના હજુ બે આરોપીઓ ફરાર છે અને તેમને ઝડપી પાડવા માટે ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ મામલે ક્રાઈમ DCP Jagdish Bangarwaએ સમગ્ર કાર્યવાહી અંગે માહિતી આપી હતી.




