Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં માત્ર 5 મિનિટમાં કાર ચોરી કરતી હાઇટેક ગેંગ ઝડપાઈ, 3 કાર સહિત ₹11.80 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ: રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે આધુનિક ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને વાહનચોરી કરતી એક શાતિર હાઇટેક ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતના વિવિધ શહેરોમાં માત્ર પાંચ મિનિટમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કાર ચોરી કરી ફરાર થઈ જતાં બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરાયેલી ત્રણ કાર સહિત કુલ ₹11.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે મુકેશકુમાર મેઘવાલ અને સલામ...
R Gajjar
R GajjarUpdated on: 09 Jul 2026 05:48 PM IST
રાજકોટમાં માત્ર 5 મિનિટમાં કાર ચોરી કરતી હાઇટેક ગેંગ ઝડપાઈ, 3 કાર સહિત ₹11.80 લાખનો મુદ્દામાલ જપ્તરાજકોટમાં માત્ર 5 મિનિટમાં કાર ચોરી કરતી હાઇટેક ગેંગ ઝડપાઈ, 3 કાર સહિત ₹11.80 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ: રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે આધુનિક ટેક્નોલોજીનો દુરુપયોગ કરીને વાહનચોરી કરતી એક શાતિર હાઇટેક ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતના વિવિધ શહેરોમાં માત્ર પાંચ મિનિટમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કાર ચોરી કરી ફરાર થઈ જતાં બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરાયેલી ત્રણ કાર સહિત કુલ ₹11.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ કામગીરી દરમિયાન પોલીસે મુકેશકુમાર મેઘવાલ અને સલામ ઉર્ફે છોટિયો યુસુફ ખાન નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ જણાવ્યું હતું કે, બંને આરોપીઓ સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુકેશકુમાર મેઘવાલ સામે સુરેન્દ્રનગર, વલસાડ અને કચ્છ જિલ્લામાં વાહનચોરી સહિત કુલ ચાર ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે સલામ ઉર્ફે છોટિયો સામે રાજસ્થાનના જોધપુર પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગંભીર ગુનો નોંધાયેલો છે. વર્ષ 2026માં જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ તે પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો અને ત્યારબાદ મુકેશના સંપર્કમાં આવી બંનેએ મળીને કાર ચોરીનો નવો કીમિયો અપનાવ્યો હતો.

આ ગેંગ માત્ર સુઝુકી કંપનીની કારોને જ ટાર્ગેટ કરતી હતી. આરોપીઓ સૌપ્રથમ કારનો કાચ તોડી અંદર પ્રવેશતા હતા. ત્યારબાદ સ્ટેરિંગની નીચે શક્તિશાળી મેગ્નેટ મૂકીને સ્ટેરિંગ લોક અનલોક કરતા હતા. ત્યારબાદ કારના સિસ્ટમ પોર્ટમાં બ્લૂટૂથ ડિવાઇસ લગાવી તેને મોબાઈલમાં રહેલી Diagzone Pro એપ્લિકેશન સાથે કનેક્ટ કરતા હતા. આ ટેક્નોલોજી દ્વારા કારની સિક્યોરિટી સિસ્ટમને બાયપાસ કરીને વાયર ડાયરેક્ટ કરી માત્ર પાંચ મિનિટમાં કાર સ્ટાર્ટ કરી ફરાર થઈ જતા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલી ત્રણ કાર ઉપરાંત ગુનામાં વપરાયેલું મેગ્નેટ, બ્લૂટૂથ ડિવાઇસ અને બે મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. આ ધરપકડ સાથે સુરેન્દ્રનગર, મહેસાણા અને જામનગર જિલ્લામાં નોંધાયેલા વાહનચોરીના ત્રણ ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ હવે આ ગેંગ સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે નહીં અને અન્ય કેટલા ગુનાઓમાં તેમની સંડોવણી છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com