
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ગોળીબાર કેસમાં કોટામાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી કેબ દ્વારા ભાગીને સુરત આવ્યા હતા, તેના સીસીટીવી સામે આવ્યા છે.

Tiger Shroff Shooter: ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરનારા 3 આરોપીઓની રાજસ્થાનના કોટામાંથી ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય મુંબઈથી દિલ્હી જતી ટ્રેનમાં સવાર હતા.

Rajasthan: જોધપુરના આકાશમાં તેજસ ગર્જના કરી રહ્યું હતું, ત્યારે કોકપીટ ભારત-જાપાનની હવાઈ મિત્રતાના એક નવા પરિમાણને પ્રતિબિંબિત કરતી હતી. બંને દેશોના વાયુસેનાના એર ચીફે સ્વદેશી તેજસમાં ઉડાન ભરી.

અરવલ્લી: ગુજરાતમાં દારૂની હેરાફેરી સામે સ્ટેટ મોનીટરિંગ સેલ ગાંધીનગર સતત કડક કાર્યવાહી કરી રહી છે. તે અંતર્ગત અરવલ્લી જિલ્લાના માલપુર વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી કિયા સેલ્ટોસ કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ કાલીયાકુવા બોર્ડરથી માલપુર તરફ આવી રહેલી કિયા સેલ્ટોસ કાર (GJ 01 WB 6646)ને સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે અટકાવી તપાસ...

રાજસ્થાનના ટોંક જિલ્લામાં નયા ગામ નજીક નેશનલ હાઈવે-52 પર શ્રદ્ધાળુઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસમાં અંદાજે 25 મુસાફરો સવાર હતા.

નવી દિલ્હી: ભારતીય વાયુસેના (IAF) દ્વારા રાજસ્થાનમાં "Counter-UAS" થીમ આધારિત ROTOR CLAP III કવાયત સફળતાપૂર્વક યોજવામાં આવી. આ કવાયતનો મુખ્ય હેતુ ઉભરતા હવાઈ જોખમો, ખાસ કરીને ડ્રોન આધારિત ખતરાઓ સામે ભારતીય વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા અને પ્રતિસાદ વ્યવસ્થાની ચકાસણી કરવાનો હતો. કવાયત દરમિયાન ભારતીય વાયુસેનાના વિવિધ હેલિકોપ્ટર એકમોને એકસાથે લાવી સંયુક્ત કામગીરી, ઝડપી પ્રતિસાદ અને આધુનિક યુદ્ધ પરિસ્થિતિમાં જરૂરી ઓપરેશનલ ખ્યાલોને...

ભારતની મહત્વાકાંક્ષી માર્ગ પરિયોજનાઓમાંની એક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે હેઠળ રાજસ્થાનના કોટા જિલ્લામાં આવેલી મુકુંદ્રા ટનલમાંથી સોમવારથી મુંબઈથી દિલ્હી તરફનો વાહનવ્યવહાર સત્તાવાર રીતે શરૂ થયો છે. રાજસ્થાનની સૌથી પહોળી રોડ ટનલ તરીકે ઓળખાતી આ ટનલ શરૂ થતાં દારા ઘાટી વિસ્તારમાં લાંબા સમયથી ટ્રાફિક જામનો સામનો કરી રહેલા વાહનચાલકોને મોટી રાહત મળવાની આશા છે.

માઉન્ટ આબુ: રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત વરસી રહેલા વરસાદ બાદ કુદરતે મનમોહક રૂપ ધારણ કર્યું છે. હરિયાળીથી છવાયેલા ડુંગરો, ધુમ્મસથી ઢંકાયેલા પહાડો અને પર્વતો પરથી વહેતા ઝરણાંઓના અદભૂત નજારાને માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પરિવાર અને મિત્રો સાથે માઉન્ટ આબુ પહોંચી વરસાદી વાતાવરણની મજા માણી રહ્યા છે. વરસાદ...

રાજસ્થાનમાં આગામી પંચાયતી રાજ સંસ્થાઓ અને શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય ઓબીસી આયોગ શુક્રવારથી અન્ય ઓબીસી પરિવારોનો રાજ્યવ્યાપી ઘરેઘરે સર્વે શરૂ કરશે. આ સર્વે 23 જુલાઈ સુધી ચાલશે, ત્યારબાદ આયોગ એકત્રિત કરાયેલા આંકડાઓના આધારે પોતાની વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને સોંપશે.

રાજસ્થાનના બાલોતરામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ઊર્જા સંકટ અને ભારત દ્વારા અપનાવવામાં આવેલી વ્યૂહરચના અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં સર્જાયેલા યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ઈંધણ પુરવઠા પર ગંભીર અસર પડી હતી, પરંતુ ભારતે સમયસર લીધેલા નિર્ણયો અને અસરકારક કૂટનીતિના કારણે સંભવિત સંકટને સફળતાપૂર્વક ટાળી દીધું.

PM Modi Rajasthan Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ અને ભારતની ઊર્જા સુરક્ષા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે વૈશ્વિક સંકટ દરમિયાન ભારતે સમયસર યોગ્ય નિર્ણયો, અસરકારક વ્યૂહરચના અને મજબૂત કૂટનીતિના આધારે પરિસ્થિતિને સફળતાપૂર્વક સંભાળી હતી. PM મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે સમગ્ર વિશ્વ પર અસર થઈ હતી....

રાજસ્થાનમાં પ્રસૂતિ બાદ સાત મહિલાઓના સંદિગ્ધ મોતના ગંભીર મામલે સમગ્ર દેશમાં આરોગ્ય તંત્રમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક તપાસમાં ખામીયુક્ત ઓક્સિટોસિન ઈન્જેક્શનના ઉપયોગને આ દુર્ઘટનાના સંભવિત કારણ તરીકે ઓળખવામાં આવ્યું છે. આ ઘટનાએ માતા અને શિશુ આરોગ્ય સેવાઓની દવા ગુણવત્તા નિયંત્રણ વ્યવસ્થાની ગંભીર ખામીઓને ઉજાગર કરી છે.

દિલ્હી પોલીસે નવજાત બાળકોની ગેરકાયદેસર ખરીદ-વેચાણ અને માનવ તસ્કરી સાથે સંકળાયેલા એક મોટા આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં મહિલા ડોક્ટર સહિત કુલ 12 આરોપીઓની ધરપકડ કરી છે અને પાંચ નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓ દિલ્હી અને રાજસ્થાનમાંથી પકડાયા છે.

Jaisalmer Cyclone: રવિવારે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના સરહદી વિસ્તારોમાં વંટોળ જેવી સ્થિતિ જોવા મળી હતી. જેના કારણે રામગઢ, મોહનગઢ, PTM ટાઉન, નચના અને નજીકના કેટલાક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ રાજસ્થાનમાં આવું ધૂળીયું વંટોળ જોવા મળ્યું હતું.

આજે વહેલી સવારે રાજસ્થાનના કોટામાં દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસના એક એસી કોચને અચાનક આગ લાગવાની બનાવ બન્યો હતો. આ વાતની જાણ સત્તાવાળાઓને થઈ તેમને તાત્કાલિક બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. અને ટ્રેનના અંદર રહેલા મુસાફરોને સુરક્ષિત રીતે ટ્રેનની બહાર કાઢી દેવામાં આવ્યા હતા. પરંતુ ટ્રેનના અંદર આગ કેમ લાગી તેની તપાસ હાલ ચાલુ કરી દેવામાં આવી છે. અને ટ્રેન અધિકારીઓએ હેલ્પલાઈન નંબર પણ તાત્કાલિક જાહેર કરવી દેવામાં આવ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈંધણ બચાવવા માટે જાહેર કરી ત્યારથી દેશના મોટા નેતાઓ બાઈક અથવા બસોમાં મુસાફરી કરી રહ્યા છે. તેવામાં રાજસ્થાનના ડેપ્યુટી મુખ્યમંત્રી દીયા કુમારીએ રવિવારે જયપુર રેલવેનો ઉપયોગ કર્યો હતો. જેમાં તે અજમેર સુધી ટ્રેનની મુસાફરી કરી હતી. આ જાણકારી તેમને પોતાના એક્સ પર પોસ્ટ કરી હતી.