માઉન્ટ આબુમાં વરસાદી માહોલથી કુદરત સોળે કળાએ ખીલી, ગુજરાત સહિતના સહેલાણીઓનો ભારે ધસારો

માઉન્ટ આબુ: રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત વરસી રહેલા વરસાદ બાદ કુદરતે મનમોહક રૂપ ધારણ કર્યું છે. હરિયાળીથી છવાયેલા ડુંગરો, ધુમ્મસથી ઢંકાયેલા પહાડો અને પર્વતો પરથી વહેતા ઝરણાંઓના અદભૂત નજારાને માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પરિવાર અને મિત્રો સાથે માઉન્ટ આબુ પહોંચી વરસાદી વાતાવરણની મજા માણી રહ્યા છે. વરસાદ...
Rupin Bakraniya
Rupin Bakraniya
માઉન્ટ આબુમાં વરસાદી માહોલથી કુદરત સોળે કળાએ ખીલી, ગુજરાત સહિતના સહેલાણીઓનો ભારે ધસારોમાઉન્ટ આબુમાં વરસાદી માહોલથી કુદરત સોળે કળાએ ખીલી, ગુજરાત સહિતના સહેલાણીઓનો ભારે ધસારો

માઉન્ટ આબુ: રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત વરસી રહેલા વરસાદ બાદ કુદરતે મનમોહક રૂપ ધારણ કર્યું છે. હરિયાળીથી છવાયેલા ડુંગરો, ધુમ્મસથી ઢંકાયેલા પહાડો અને પર્વતો પરથી વહેતા ઝરણાંઓના અદભૂત નજારાને માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પરિવાર અને મિત્રો સાથે માઉન્ટ આબુ પહોંચી વરસાદી વાતાવરણની મજા માણી રહ્યા છે. વરસાદ બાદ સમગ્ર માઉન્ટ આબુ લીલીછમ બની ગયું છે. ઠંડી પવન, ઝરમર વરસાદ અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નક્કી લેક, ગુરુ શિખર, સનસેટ પોઇન્ટ સહિતના વિવિધ પર્યટન સ્થળોએ સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

પ્રવાસીઓ કુદરતી નજારાઓને પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી યાદગાર પળો સર્જી રહ્યા છે. બાળકો અને યુવાનો વરસાદમાં ભીંજાઈને આનંદ માણતા જોવા મળી રહ્યા છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર વરસાદી સીઝન શરૂ થતાં જ હોટલ, રિસોર્ટ અને રેસ્ટોરન્ટમાં પણ પ્રવાસીઓની અવરજવર વધી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા હોવાથી માઉન્ટ આબુનું સૌંદર્ય વધુ નીખરશે અને સહેલાણીઓની સંખ્યામાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.